હિન્દ ન્યુઝ, થરાદ
દર શ્રવણ માસ આવે ને આવેદન આપવા આવવું પડે શું ખરેખર યોગ્ય છે ? તંત્ર સંજાગ નથી ? બિન કાયદે સર ચાલી રહી છે માંસ મટન ની હાટડીઓ, કોની મહેરબાની ??
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના નેજા હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું
શ્રાવણ માસમાં માંસ મટન ની હાટડીયો બંધ કરાવવા માટે વિશ્વ હિન્દૂ પરિસદ, બજરંગ દલ, જીવ દયા સંગઠન દ્વાર આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. હિન્દુ સમાજ માં પવિત્ર માનવામાં આવતા શ્રાવણ માસનો સોમવાર ના શુભ દિવસે પ્રારંભ થયો છે અને દેવોના દેવ મહાદેવ ના આ અતિ પવિત્ર શ્રાવણ માસ માં હિન્દુ સમાજ ના ધાર્મિક લોકો દ્રારા શ્રધ્ધા અને ભાવ પૂર્વક આરાધના કરવામાં આવે છે. પરંતુ આપણા તાલુકા ના અમુક વિસ્તાર મા કસાઇઓ દ્રારા માંસ મટનની હાટડીઓ માં ખુલ્લેચોક માંસનુ વેચાણ કરવામાં આવે છે. જેનાથી મંદિર માં આવતા દર્શનાર્થીઓ અને હિન્દુ ધર્મ ના લોકોની ધાર્મિક લાગણી દુભાય છે જેથી આવેદન આપી નમ્ર વિનંતી કરેલ છે કે આપણા હિન્દુ ધર્મ ના આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તાલુકા માં ચાલતા કતલખાનામાં કરવામા આવતી નિર્દોશ અબોલ જીવોની હત્યા અને જાહેર કે ખાનગીમાં ચાલતી માંસ મટનની હાટડીઓ તાત્કાલીક ધોરણે બંધ કરાવવામાં આવે તેવી હિન્દુધર્મ ના લોકોની લાગણી વ્યક્ત કરતુ આવેદન આપવામાં આવ્યું. મયુરભાઈ દવે વિશ્વ હિન્દૂ પરિષદ, થરાદ નગર મંત્રી મનીષભાઈ જાની, કિશન ગિરિ ગોસ્વામી, થરાદ જિલ્લા સંયોજક બજરંગ દળ દિનેશભાઈ દયા, નગર સંયોજક જીવ દયા સંગઠન નરેશભાઈ બ્રાહ્મણ, જયેશભાઈ દરજી, મકવાણા લક્ષ્મણભાઈ પંડ્યા, નરેશ નાથ બાપજી, જનક સિંહ સવાઈ સિંહ દરબાર, હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ સાથે મળી થરાદ થી નાયબ કલેકટર ઓફિસ જઈ પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપ્યું હતું.
રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ