હિન્દ ન્યુઝ, ભાવનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી પ્રેરક ઉપસ્થિતિમાં આયુષ્માન કાર્ડ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રીમતિ જલ્પાબેન ચાવડાએ જણાવ્યું હતું કે આયુષ્યમાન કાર્ડ થકી પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવાનુ શક્ય બન્યું હતું શ્રીમતિ જલ્પાબેન ચાવડાએ જણાવ્યું હતું કે તેમના સસરાને હૃદય ની તકલીફ હતી ત્યારે ડોક્ટરોએ તેમનું ઓપરેશન કરવા માટે જણાવ્યું હતું પરંતુ તેમના પરીવાર માટે ખૂબ જ મોટો ખર્ચ થાય તેમ હતો ત્યારે આયુષ્માન કાર્ડ થકી તેમના સસરાનાં હૃદયનું ઓપરેશન પ્રાઇવેટ હોસ્પિટલમાં વિનામૂલ્યે થઈ ગયું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો આયુષ્યમાન કાર્ડ તેમની પાસે ના હોત તો પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓપરેશન કરવું તેમના પરિવાર માટે ખૂબ જ કઠિન હતું અને તેના માટે તેમને બહારથી લોન લેવી પડે અથવા તો દેણું કરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હોત. આમ શ્રીમતિ જલ્પાબેન ચાવડાએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો કે આયુષ્યમાન કાર્ડ થકી તેમની સારવાર મોંઘી હોસ્પિટલમાં શક્ય બની હતી તેમજ અન્ય લોકોને પણ આયુષ્યમાન કાઢવી લેવા માટે અપીલ કરી હતી.