જામનગરમાં વિકાસના વિવિધ આયામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાવતા કૃષિમંત્રી આર.સી.ફળદુ

જામનગર મહાનગરપાલિકાના વિવિધ વોર્ડમાં અંદાજીત રૂ.૧૧૧.૫૪ લાખનાં ખર્ચે બનનારા રસ્તાના કામોનું ખાતમુહર્ત કરી લોકોની સુખાકારીમાં વધારો કરતાં કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુ

 

જામનગર તા.૧૩ ડિસેમ્બર, ગુજરાત રાજયના કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ આજરોજ જામનગર શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નં.૮માં જનતા સોસાયટી, કોમન પ્લોટમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૩.૫૦ લાખ, હરીયા કોલેજ પાછળ, કૈલાશ નગર શેરી નં.૪માં આવેલ કોમન પ્લોટમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૩.૫૫ લાખ,નારાયણ નગર કોમન પ્લોટમાં  આગળ તેમજ સાઈડના ભાગમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૪.૦૨ લાખ,વ્રજધામ સોસાયટી શેરી નં.૧-૨માં સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૪.૯૭ લાખ, વોર્ડ નં.૧૫માં સુભાષ પાર્ક પાસે,કેનાલના કાંઠે મેઈન દુકાનવાળા રોડ પર સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૪.૩૭ લાખ, વોર્ડ નં.૧૬માં પટેલ પાર્ક, શેરી નં.૧માં સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૬.૦૦ લાખ તેમજ શેરી નં.૨ ડો. ભંડેરીના ઘરની સામેના કોમન પ્લોટમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૩.૫૬ લાખ, સરસ્વતી પાર્ક શેરી નં.૧માં સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૮.૦૫ લાખ, પટેલ પાર્ક શેરી નં.૪માં કોમન પ્લોટમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૪.૫૨ લાખ, વૃંદાવન પાર્ક શેરી નં.૧માં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૬.૮૦ લાખ, પટેલ પાર્ક શેરી નં.૮ અને ૯ની વચ્ચેના કોમન પ્લોટમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૬.૦૪ લાખ, પટેલ પાર્ક શેરી નં.૬માં કોમન પ્લોટમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૪.૫૯ લાખ, નવી સાધના કોલોની એમ.આઈ.જી. ૩૬૦ના ચોકમાં બાકી રહેલ સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ/- ૪.૦૧ લાખ, સાધના કોલોની એલ/૧થી એલ/૧૧ સુધી સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૬.૮૨ લાખ, સાધના કોલોની એમ/૨૩આંગણવાડીવાળા ચોકમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૧૩.૬૦ લાખ,સાધના કોલોની એમ/૨૧થી અતુલભાઇના ઘર સુધી સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૨.૧૧ લાખ તેમજ પટેલ નગર મેઇન રોડમાં સી.સી.રોડનું અંદાજીત ખર્ચ રૂ/-૮.૦૫ લાખના કામ તેમજ પાણીની પાઈપલાઈનનું અંદાજીત ખર્ચ રૂ/-૭.૭૭ લાખના વિવિધ વિકાસ કામોનો શુભારંભ કરાવેલ હતો.આ ઉપરોક્ત કામો વિકેન્દ્વીત  જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્યશ્રી આર.સી.ફળદુની ૧૦% લોક ભાગીદારી ગ્રાન્ટમાંથી થનાર છે.

આ સાથે જ અમૃત યોજના ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં.૧૫ના ગ્રીન સીટી સોસાયટી શેરી નં.૧૨ની સામેના કોમન પ્લોટ નં.બીમાં નવનિર્મિત ગાર્ડન અંદાજીત રૂ/-૮.૭૬ લાખના ખર્ચ થકી બનાવવામાં આવ્યું છે. જેનું  તકતી અનાવરણ અને લોકાર્પણ આજરોજ કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુ અને રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર શહેરમાં અનેક લોકઉપયોગી કાર્યો આગામી દિવસોમાં થનાર છે.

આ તકે તેમની સાથે જામનગરના મેયરશ્રી હસમુખ જેઠવા, જામનગર મહાનગરપાલીકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી સુભાષ જોષી, શિક્ષણ સમિતીના ચેરમેનશ્રી આકાશ બારડ, શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખ હિંડોચા, શાશક પક્ષના નેતાશ્રી દિવ્યેશભાઇ અકબરી, અગ્રણીશ્રી વિમલભાઇ કગથરા,ગોપાલ સોરઠીયા, પુર્વ સાંસદશ્રી ચંદ્રેશભાઈ પટેલ, પુર્વ ધારાસભ્યશ્રી લાલજીભાઈ સોલંકી તથા વોર્ડના કોર્પોરેટરોશ્રી મેઘનાબેન, પ્રફુલ્લાબેન, યોગેશભાઈ, દેવસીભાઈ આહિર, આનંદભાઈ રાઠોડ, સભ્યશ્રી મનીષભાઈ કટારીયા તથા તે વિસ્તારના અગ્રણીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેમના વિસ્તારમાં થઇ રહેલા વિવિધ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવી લઇ અને કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુનો આભાર માન્યો હતો.

Related posts

Leave a Comment