રાજકોટ તા. ૧૩ ડિસેમ્બર – પાણીપુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા તા. ૧૪ ડીસેમ્બરે સવારે ૯:૦૦ કલાકે લીંબડી ખાતેનાં જિલ્લા કક્ષાનાં ખેલ મહાકુંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મંત્રીશ્રી બાવળિયા તા. ૧૫ ડિસેમ્બરે સવારે ૯:૧૫ કલાકે રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના જનડા ગામ ખાતે એ.ટી.વી.ટી. યોજના હેઠળ નિર્માણ થનારા વિકાસકામો જેવા કે બગલીયાપરા પાણીનો ટાંકો, ભૂગર્ભ ગટર તેમજ સી.સી. રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા. ૧૬ ડિસેમ્બરે મંત્રીશ્રી બાવળિયા ડોળીયા ખાતે આયોજિત રેલીમાં ઉપસ્થિત રહેશે.
પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાનો રાજકોટ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
