હિન્દ ન્યુઝ, વલસાડ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં યોજાયેલી એક માસની યોગ શિબિરને ભવ્ય સફળતા મળ્યા બાદ બીજા તબક્કામાં પાંચ સ્થળોએ મેદસ્વિતા નિવારણ યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વલસાડ તાલુકાના કોસંબા ગામમાં રિલાયન્સ હોલ ખાતે સવારે ૬:૩૦ થી ૮, અબ્રામા તડકેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે ૬ થી ૮, પારડી તાલુકાના લક્ષ્મી ઉધાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સવારે ૬ થી ૭:૩૦, વાપીના ગુંજન ખાતે અંબામાતા મંદિર હોલમાં સવારે ૬ થી ૭:૩૦ અને વાપીના ડુંગરામાં હરિયા પાર્ક ખાતે અંબામાતા મંદિર ગ્રાઉન્ડ પર સવારે ૬ થી ૭:૩૦ સુધી યોગ શિબિરનો પ્રારંભ કરાતા પ્રથમ દિવસથી જ સ્વાસ્થ્ય પ્રેમીઓ ઉમટ્યા હતા.
