હિન્દ ન્યુઝ, આણંદ
નિયામક ઔધાગિક સલામતી અને સ્વાસ્થ્યની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આગામી તા. ૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાશે.
મતદાનના દિવસે જે તે મતવિસ્તારની સંસ્થાઓમાં કારખાના ધારા એકટ તથા ધી બિલ્ડીંગ એન્ડ અધર કનસ્ટ્રકશન વર્કસ એકટ હેઠળ કામ કરતા શ્રમયોગી/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાનના દિવસે સ્થાનિક રજા આપવા અથવા વૈકલ્પીક વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે.
આ જોગવાઈ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગી/કર્મચારીઓના પગારમાંથી કોઈ પણ જાતની કપાત કરવાની રહેશે નહી. જો કોઈ માલિક લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૫-Bની જોગવાઈ વિરુદ્ધનું વર્તન કરશે, તો દંડ અને શિક્ષાને પાત્ર થશે.
