હિન્દ ન્યૂઝ, દિયોદર
રાજયમાં કોરોના કહેર યથાવત છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના ભયાવહતા થી હાહાકાર મચી ગયો છે ત્યારે દિયોદર મા કોરોના રૉકેટ ગતિએ આગળ વધી રહ્યો છે ત્યારે સેવા ભાવી સંસ્થાઓ સેવા કરવા આગળ આવી રહી છે ત્યારે દિયોદર આદર્શ હાઈસ્કૂલ ના કેમ્પસમાં જનસેવા કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. ત્યારે દિયોદર મા કોરોના કહેર થી ઑક્સિજન વગર તડપતા દર્દીઓ માટે આજે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે દિયોદર ના ધારા સભ્ય શિવાભાઈ ભૂરિયા, પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, બીકે જોશી, ચિરાગભાઈ ત્રિવેદી સહિત કોંગ્રેસી કાર્યકરો દ્વારા કોવિડ દર્દીઓ માટે મેડીકલ સેવાઓ, ૧૦ ઑક્સિજન બોટલ દર્દીઓ અને તેના સગા માટે શુધ્ધ સાત્વિક ભોજન વયવસ્થા પુરી પાડી છે, હાલ દિયોદર આદર્શ હાઈસ્કૂલ ના કેમ્પસમાં જનસેવા કેન્દ્ર દ્વારા કોરોના દર્દીઓ માટે ઓક્સિજન વયવસ્થા પુરી પાડી છે, ત્યારે દિયોદર તાલુકા આરોગ્ય અધિકારી બ્રિજેશ વ્યાસ આરોગ્ય વિભાગ ની ટીમ કાર્યરત રહી સેવાઓ આપી રહ્યા છે.. સાથે ગોદાવરી મેટરનિટી હોસ્પિટલ ડૉકટર પ્રદિપ મહેશ્વરી દ્વારા કોરોના કાળમાં પોતાની ખાનગી હોસ્પિટલમાં બંધ કરી દિયોદર આદર્શ હાઈસ્કૂલ ના કેમ્પસમાં જનસેવા કેન્દ્ર દ્વારા શરૂ કરેલ આઈસો લેશન શરૂ કરેલ કેન્દ્રમાં નિ:શુલ્ક સેવાઓ આપશે ત્યારે દિયોદર મા કોરોના દર્દીઓ ઑક્સિજન વગર તડપતા અને મૃત્યુઆંક મા ઘટાડો થાય અને લોકોને મેડીકલ સેવાનો પૂરો પૂરો લાભ ચોક્ક્સ થી મળી રહે તેવી વેવસ્થા કરવામાં આવી છે.
અહેવાલ : પ્રદિપ સિંહ વાઘેલા, દિયોદર