જામનગરમાં કરાર આધારિત કાયદા સલાહકારની નોકરીની મુદ્દત લંબાવવામાં આવતા કરાર પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેરાત રદ્દ કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર કલેક્ટર કચેરી ખાતે કાયદા સલાહકાર તરીકે મહંમદહુશેન યુ.ગલાની નિમણૂક કરવામાં આવી છે. જેની નોકરીની મુદ્દત તા.૩૧ જાન્યુઆરીના રોજ પૂર્ણ થતા કાયદા આધારિત સલાહકારની ૧ જગ્યા પર નિમણૂક કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. પરંતુ સરકારના મહેસુલ વિભાગના ઠરાવથી તેઓની મુદ્દત ૧૭-૧૦-૨૦૨૪ થી ૧૧ મહિના સુધી લંબાવવામાં આવતા બહાર પાડવામાં આવેલી જાહેરાત રદ્દ કરવામાં આવી છે. તેઓનો કરાર પૂર્ણ થયે નવેસરથી જાહેરાત માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Read More

દિવ્યાંગ-પારિતોષિક સ્પર્ધા-૨૦૨૪ અંતર્ગત તા.૨૪ ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, જામનગર    સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/ સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઑ અને દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં છે. કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઑ/અધિકારીઓએ તેમજ દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ(નોકરીદાતઓ) “દિવ્યાંગ-પારિતોષિક” મેળવી શકે છે.  જેથી દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓ અથવા દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓએ લાગુ પડતા ફોર્મમાં જરૂરી વિગતો ભરીને, જરૂરી આધાર સાથે (૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગ હોવાનું- ત્રણ માસથી જૂનું ન હોય તેવું- તબીબી પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતના તમામ…

Read More

જામનગર જિલ્લાની ગૌશાળાઓ તથા પાંજરાપોળના સંચાલકો મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લાની ગૌશાળાઓ તથા પાંજરાપોળના સંચાલકોને નાયબ પશુપાલન નિયામકશ્રી જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા તથા પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે આઈ-ખેડૂત પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો Website: http://gauseva.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. જાન્યુઆરી-૨૦૨૫ થી માર્ચ-૨૦૨૫ના તબક્કાની સહાય માટે તારીખ ૦૧-૦૨-૨૦૨૫ થી ૧૫-૦૨-૨૦૨૫ દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી…

Read More

આંબા પાક પરના રોગ અને જીવાત નિયંત્રણ માટે જરૂરી દવાના ઉપયોગ માટે માર્ગદર્શિકા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    બાગાયત વિભાગના સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર મેંગો, તાલાલા દ્વારા આંબા પાકની ખેતી કરતા ખેડૂત માટે ચાલુ વર્ષે વાતાવરણ આંબા પાક માટે ખૂબ જ સાનુકૂળ હોય જેથી રોગ અને જીવાતનો ઉપદ્રવ ખૂબ જ નહિવત હોય તેમ છતાં પણ આંબાવાડીમાં જોમધિયો/હોપર અને થ્રિપ્સ જોવા મળે તો દવાનો ઉપયોગ કરી શકાય છે.  જેમાં નીમ ઓઇલ 3000 પી.પી.એમ. ૨ મિ.લી. પ્રતિ લિટર અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસ. એલ. ૦.૫. એલ. પ્રતિ લિટર અથવા થાયોમેથોક્ઝમ ૦.૫ ગ્રામ પ્રતિ લિટર મુજબ છંટકાવ કરવો તેમજ ભૂકી છારારોંગના નિયંત્રણમા ટેહેક્ઝાકોના ઝોલ ૫%,૧ એમ.એલ. પ્રતિ…

Read More

જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વેરાવળ એસ.ટી.ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન અપાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ગીર સોમનાથ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વેરાવળ એસ.ટી.ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો અને ટ્રાફિક સિગ્નલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાહન અકસ્માતો અને ટ્રાફિકની સમાસ્યાઓને નિવારવા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સત્વરે કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત રોડ ઉપર વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાની કાળજી અંગે એસ.ટી.ડેપોના ડ્રાઈવરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નેશનલ રોડ સેફ્ટી મંથ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વેરાવળ એસ.ટી.ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિક નિયમો અને ટ્રાફિક સિગ્નલ અંગે માહિતી આપી હતી.

Read More

ચોક્સી કોલેજમાં ટ્રાફિક અવેરનેસ અંગે કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, વેરાવળ      વેરાવળની ચોક્સી કોલેજમાં સહાયક વાહન વ્યવહાર પ્રાદેશિક કચેરી ગીરસોમનાથ અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમમાં ટ્રાફિક અવેરનેસ બાબતે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં કોલેજના આશરે ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સેમિનારમાં તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને હેલમેટ, સીટબેલ્ટની અગત્યતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ લાયસન્સ વગર વાહન ન ચલાવવા વિશે સમજણ આપવામાં આવી હતી. કોલેજ દ્વારા “હેલમેટ વગર પ્રવેશ નહીં “ આ બાબતે સહમતિ દર્શાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.  આ ઉપરાંત કોલેજની બહાર ઊભા રહી વિદ્યાર્થીઓએ વાહનચાલકોને અકસ્માત ન થાય એ માટે શું કરવું…

Read More

કુકરાશ ગામે ગ્રામસભા યોજાઈ

હિન્દ ન્યુઝ, વેરાવળ       વેરાવળ તાલુકાના કુકરાશ ગામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે સામાજીક ઓડિટ અંતર્ગત ગ્રામસભા યોજાઈ હતી. આ ગ્રામસભામાં જિલ્લા મનરેગા વિભાગના નાયબ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર હરેશભાઈ પિઠીયા દ્વારા મનરેગા યોજના અંતર્ગતના લાભો અંગેની વિસ્તૃત માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી.  જિલ્લા સામાજીક ઓડિટર ગોવિંદભાઈ સોલંકી દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગે પણ વિસ્તૃત માહિતી આપી પ્રસાર- પ્રચાર કરવામાં આવ્યો હતો. જ્યારે તાલુકા આજીવિકા મેનેજર દીપેનભાઈ દ્વારા તેમજ ક્લસ્ટર કો – ઓર્ડીનેટર વર્ષાબેન દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની યોજના અંતર્ગતની માહિતીઓ આપવામાં આવી, બ્લોક કોઓર્ડિનેટર અલ્કાબેન દ્વારા…

Read More

રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક મેળવવા તા.૨૪ ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકાશે

રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા વર્ષ-૨૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર         રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા વર્ષ-૨૦૨૪ અન્વયે અંધ, અપંગ, બહેરા-મૂંગા, મંદબુધ્ધિ તેમજ રક્તપિત્ત જેવા દિવ્યાંગ કર્મચારીઓ અને સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓને કામે રાખતા નોકરીદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે પારિતોષિક યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. દિવ્યાંગતા ૪૦ ટકા (ખોડખાપણ ધરાવતા) કે તેથી વધુ તેવુ છેલ્લા ત્રણ માસનું સિવિલ સર્જનનું ડોક્ટરી પ્રમાણપત્ર, ખોડ દેખાય તેવો એક પોસ્ટકાર્ડ સાઈઝ ફોટો, પોલીસ વેરીફીકેશન તેમજ અન્ય જરૂરી પ્રમાણપત્રો સાથે તા.૨૪/૦૨/૨૦૨૫ સુધીમાં અરજીની ૨ (બે) કોપી સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એનેક્સી…

Read More

૭મી ફેબ્રુઆરી પછી આવા કોઈ અરજદારોનો કે ફાયનાન્સરોનો હક્કદાવો રહેશે નહીં અને તેમ કરવામાં કસુર થશે તો વાહન રાજ્યસાત કરી વાહનોની હરાજી વેચાણ કરી બાકી લહેણી રકમ વસુલવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભાવનગર        બાકીદારોને મુંબઈ મોટર વ્હીકલ ટેક્ષ એક્ટ – ૧૯૫૮ની જોગવાઈઓ હેઠળ નોટીસ આપવામાં આવે છે કે, તમારું વાહન ઉક્ત કાયદાની કલમ-૧૨ બી હેઠળ ડીટેઈન કરેલ છે અને વાહન કર, દંડ પેનલ્ટી વગેરેની બાકી લ્હેણી રકમ કોલમ-૪ મુજબની ભરપાઈ કરવા એકથી વધુ વખત નોટીસ આપવા છતાં લ્હેણી રકમ ભરવા આપ દ્વારા દરકાર કરેલ નથી. કુદરતી ન્યાયના સિધ્ધાંતો અનુસાર તા.૦૭-૦૨-૨૦૨૫ સુધીમાં લ્હેણી રકમ ભરીને વાહન છોડાવી જવા આખરી તક આપવામાં આવે છે. આ તારીખ પછી આવા કોઈ અરજદારોનો કે ફાયનાન્સરોનો હક્કદાવો રહેશે નહીં અને તેમ કરવામાં કસુર…

Read More

બોરસદ તાલુકાના વિરસદ ખાતેના સદગુરૂ વંદના મહોત્સવમાં સહભાગી બનીને ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, આણંદ   મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આજની આણંદ જિલ્લાની મુલાકાત દરમિયાન વિરસદ ખાતેના સદગુરૂ વંદના મહોત્સવ સહભાગી બનીને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે,સંતોના આશીર્વાદથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને વિકસિત ગુજરાત થકી ઝડપથી પૂરું કરી શકાય તેવી અભિલાષા વ્યક્ત કરી પ્રભુ અર્ચના પણ કરી હતી. આ વેળાએ વિરસદ ધામના સદગુરુ વંદના મહોત્સવના આયોજક શ્રી કોઠારી સ્વામી કેશવ ચરણદાસજી તથા સરદાર ધામના સદગુરુ નિત્ય સ્વરૂપ દાસ સ્વામી દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હાર પહેરાવી મોમેન્ટો આપીને સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.…

Read More