હિન્દ ન્યુઝ, આણંદ પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કર્યા વગર કુદરતી ખાતરો અને જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીમાં પ્રકૃતિના નિયમોનું પાલન કરીને અને કુદરતી રીતે ઉપલબ્ધ સંશાધનોનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવતી હોવાથી આ ખેતી પર્યાવરણને નુકસાન પહોંચાડતી નથી અને તેના દ્વારા ઉત્પાદિત ખોરાક આરોગ્યપ્રદ અને પૌષ્ટિક હોય છે. પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ખોરાકમાં રાસાયણિક રસાયણોનો અભાવ હોય છે, જેથી તેના દ્વારા ઉત્પાદિત…
Read MoreDay: February 3, 2025
આણંદ તાલુકામાં “સ્ટોપ ધ પ્લાસ્ટિક ફલડ” થીમ અંતર્ગત પ્લાસ્ટિક પ્રદુષણ સામે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાર દ્વારા આણંદ તાલુકાની શાળાઓમાં બાળકોને તથા તેમના વાલીઓને સાથે લઈને “સ્ટોપ ધ પ્લાસ્ટિક ફલડ” થીમ અંતર્ગત પ્લાસ્ટિક પ્રદુષણ સામે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત સમગ્ર તાલુકાની ૩૫૦ થી વધુ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ૫૦ હજારથી વધુ પ્લાસ્ટિક બોટલોનું કચરા સ્વરૂપે કલેક્શન કરવામાં આવ્યું છે. આ કલેક્શન ૧ લાખ પ્લાસ્ટિક બોટલો સુધી લઈ જવાનું લક્ષ્યાંક છે. આ અભિયાનના ઉદ્દેશ્યને સાર્થક કરવાં પ્લાસ્ટિક પ્રદૂષણને કારણે પૃથ્વીનો સર્વનાશ થતો…
Read Moreવિશ્વ કેન્સર દિવસ: ગુજરાતમાં કેન્સરના દર્દીઓ માટે PMJAY-MA યોજના વરદાનસ્વરૂપ, છેલ્લા છ વર્ષોમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર
હિન્દ ન્યુઝ, ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ગરીબ અને મધ્યમ વર્ગ માટે એક વરદાન સાબિત થઇ રહી છે. દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવાતા કેન્સર દિવસના ઉપલક્ષ્યમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કેવી રીતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કેન્સર જેવા ગંભીર રોગની સારવાર અને નિદાનમાં દર્દીઓ માટે એક સંજીવની બનીને ઉભરી છે. નોંધપાત્ર છે કે વિશ્વ કેન્સર દિવસ, લોકોમાં કેન્સર વિશે જાગરૂકતા, તેની સારવાર, અટકાયત અને નિદાનના મહત્વને ઉજાગર કરવા માટે સમર્પિત છે. સાથે…
Read Moreડ્રોન દીદી: મહિલાઓના હાથમાં હવે ડ્રોન ટેકનોલોજીની કમાન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારતમાં ખેત પદ્ધતિઓને ટેક્નોલોજીના સહારે સમૃદ્ધ બનાવીને દેશનો ખેડૂતો વધુ આવક મેળવતો થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ નવતર પહેલ કરી છે. ખેડૂતોની સાથે-સાથે જ ગ્રામ્ય વિસ્તારની બહેનો પણ પગભર થઈને સ્વનિર્ભર બની શકે તેવા શુભ આશય સાથે વડાપ્રધાનએ “નમો ડ્રોન દીદી યોજના”ની પ્રેરણા આપી હતી. નમો ડ્રોન દીદી યોજના એ મહિલા સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની એક મહત્વકાંક્ષી પહેલ છે. જેનો લાભ મેળવીને આજે ગ્રામ્ય વિસ્તારની અનેક મહિલાઓ “ડ્રોન દીદી” બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન…
Read Moreતાલાલાના પીખોર ગામની હાઇસ્કુલમાંથી રક્તપિત્ત સ્પર્શ લેપ્રસી અવરનેશ અભિયાનનો પ્રારંભ કરાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રક્તપિત્ત નાબૂદી માટે ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ ખડેપગે કામગીરી કરી રહ્યું છે. જિલ્લામાં રક્તપિત્ત નાબૂદી માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ ૯૩ શાળાઓમાં રક્તપિત્ત સ્પર્શ લેપ્રસી અવરનેશ અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં તાલાલા તાલુકાના પીખોર ગામની હાઇસ્કુલમાંથી રક્તપિત્ત સ્પર્શ લેપ્રસી અવરનેશ અભિયાનનો પ્રારંભ આવ્યો છે. જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામે જણાવ્યું હતું કે, રક્તપિત્ત નાબૂદી અભિયાન માટે જિલ્લાની વિવિધ ૯૩ જેટલી શાળાઓમાં રક્તપિત્ત સ્પર્શ લેપ્રસી અવરનેશ અભિયાન શરૂ કરવામાં આવશે.…
Read Moreસૈયદ રાજપરા ખાતે નુક્કડ નાટકના માધ્યમથી આરોગ્યલક્ષી સમજ અપાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આરોગ્ય વિભાગના સાંસ કેમ્પેઇન અંતર્ગત રેકીટ ડેટોલ બનેગા સ્વસ્થ ઈન્ડીયા અને પ્લાન ઈન્ડીયાના સંયુક્ત ઉપક્રમે “સેલ્ફ કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અન્ડર ફાઈવ” કાર્યક્રમ દ્વારા ઉના તાલુકાની સૈયદ રાજપરા પ્રાથમિક શાળા ખાતે આરોગ્યલક્ષી સ્વચ્છતાનો સંદેશો આપતું નુક્કડ નાટક ભજવવામાં આવ્યું હતું. નુક્કડ નાટકમાં અભિનય દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનના સાત સૂત્ર અને ઓ.આર.એસ. બનાવવાની સાચી રીત, હાથ ધોવાની સાચી રીત અને ઝાડા વ્યવસ્થાપન વિશેની માહિતી સાથે ઝાડા વ્યવસ્થાપનના સાત મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ સાથે જ ન્યુમોનિયાના લક્ષણો, ન્યુમોનિયાથી…
Read More