હિન્દ ન્યુઝ, આણંદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિન્દ બાપનાની સુચના મુજબ મહાનગરને સ્વચ્છ રાખવાની ઝુંબેશ અન્વયે મનપાના સેનિટેશન વિભાગ દ્વારા આણંદના વિવિધ વિસ્તારોમા આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. મનપાની ટીમ દ્વારા કરવામાં આવેલ તપાસણી દરમિયાન ગંદકી કરનાર લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. જાહેરમાં કચરો નાખતા અને ગંદકી કરતા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ કરતાં લોકો સામે જરૂરી કાર્યવાહી કરી રૂ. ૧૧,૨૦૦/- જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિન્દ બાપનાએ મનપા વિસ્તારમાં વેપારીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને જાહેરમાં કચરો ન નાખે…
Read MoreDay: February 13, 2025
આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડ પરીક્ષા
હિન્દ ન્યુઝ, આણંદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૭ મી ફેબ્રુઆરી થી તા. ૧૭ માર્ચ સુધી ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ની સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજવામાં આવનાર છે. આ બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને આણંદ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પરીક્ષાલક્ષી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ એક્શન પ્લાન અન્વયે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી કામિનીબેન ત્રિવેદી દ્વારા ડી.ઝેડ. પટેલ હાઇસ્કુલ, આણંદ ખાતે કેન્દ્ર સંચાલકની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી એ જિલ્લા…
Read Moreઆણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી
હિન્દ ન્યુઝ, આણંદ શ્રમયોગીઓને મતદાનના દિવસે મતદાન કરવા માટે ખાસ રજા આપવાની રહેશે રાજય ચુંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની સામાન્ય ચુટણી, પેટા ચૂંટણીઓ જાહેર થયેલ છે. તે મુજબ આણંદ જિલ્લાની ૦૩ નગરપાલિકાઓ આંકલાવ, બોરીયાવી, ઓડ ખાતે સામાન્ય ચૂંટણીનું મતદાન તથા ઉમરેઠ નગરપાલિકાની ૦૧ બેઠક – વોર્ડ નં.૦૪ અને ખંભાત તાલુકા પંચાયતની ૦૧ બેઠક – ૨૪-ઉદેલ-૨, પર પેટા ચૂંટણીનું મતદાન તા.૧૬-૦૨-૨૦૨૫ ના રવિવારના સવારના ૦૭-૦૦ કલાકથી સાંજના ૧૮-૦૦ કલાક સુધી યોજાશે. જે-તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ-૨૦૧૯ હેઠળ નોંઘાયેલ સંસ્થાઓના…
Read Moreએસ.એસ. હોસ્પિટલ, પેટલાદ ખાતે મેન્ટલ હેલ્થ ફર્સ્ટ એડ ટ્રેનિંગ યોજાઈ
હિન્દ ન્યુઝ, આણંદ એસ.એસ. હોસ્પિટલ, પેટલાદ ખાતે સિવિલ સર્જન ડૉ. ગિરીશ કાપડિયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના કર્મચારીઓ, શિક્ષકો અને સરપંચઓ માટે મેન્ટલ હેલ્થ ફર્સ્ટ એડ ટ્રેનિંગ યોજવામાં આવી હતી. આ તાલીમનો મૂળ હેતુ સ્પષ્ટ કરતા ડોક્ટર કાપડિયા એ જણાવ્યું હતું કે માનસિક રોગ વિશેની ગેરમાન્યતાઓ દૂર કરી, માનસિક રોગ વિશે સંપૂર્ણ જાણકારી મેળવી, સાથે સાથે હકારાત્મક માનસિક સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી શકાય તે આજના સમયની ખૂબ જ જરૂરિયાત છે. આ કાર્યક્રમમાં માનસિક રોગ વિભાગના વડા ડૉ. કિશન પટેલ, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ નિખિલ કંસારા અને સોશ્યલ વર્કર અંકિતા રોન્ઝા દ્વારા…
Read Moreજામજોધપુર તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંગેની ફરીયાદો માટે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત કરાયા
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા જામનગર જિલ્લાની જામજોધપુર તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજવાનું જાહેર કરેલ છે.આ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ મતદાનના દિવસે તેમજ તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ મત ગણતરીના દિવસે ચૂંટણી સબંધી ફરીયાદો માટે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલ છે.જેમાં જામજોધપુર નગરપાલિકાની ચૂંટણી સંબધિત ફરીયાદો માટે મદદનીશ ચૂંટણી અધિકારી જામજોધપુર નગરપાલિકા અને મામલતદાર જામજોધપુર કચેરી ખાતે ટે.નં. ૦૨૮૯૮-૨૨૧૧૩૬, ઈ-મેઈલ po-lalpur-jam@gujarat.gov.in તેમજ કાલાવડ નગરપાલિકાની ચૂંટણી સંબધિત ફરીયાદો માટે મ્યુનિસિપલ હાઇસ્કુલ કાલાવડ ખાતે ટે.નં. ૦૨૮૯૪-૨૯૯૨૪૯, ઈ-મેઈલ po-jam-rural@gujarat.gov.in પર…
Read Moreસરકારી કર્મચારીઓએ આપ્યો ટ્રાફિક નિયમો પ્રત્યે જવાબદાર નાગરિક તરીકેનો શ્રેષ્ઠ સંદેશ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્યભરમાં સરકારી કચેરીઓ બહાર હેલ્મેટ ડ્રાઇવના પ્રથમ દિવસે 98.96% સરકારી કર્મચારીઓએ ટ્રાફિક નિયમોની ચુસ્ત અમલવારી કરી પોતાની જવાબદારી નિભાવી. આ અંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, સમગ્ર રાજ્યના સરકારી કર્મચારીઓએ જે રીતે ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ દર્શાવી છે, તે અન્ય નાગરિકો માટે પ્રેરણાદાયક છે. આપણું રાજ્ય ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ જવાબદાર બને, તે માટે આપણે સૌએ સાથે મળીને પ્રયત્નો કરવા જોઈએ.
Read Moreધો-૧૦ અને ધો-૧૨ની પરીક્ષાને લઇને પ્રતિબંધાત્મક હુકમો બહાર પાડવામાં આવ્યા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ની જાહેર પરીક્ષાઓ તા. ૨૭/૦૨/૨૦૨૫ થી તા. ૧૭/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાનાર છે. આ પરીક્ષા દરમ્યાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પરીક્ષા સ્થળોની આસપાસ જરૂરિયાત મુજબ પ્રતિબંધાત્મક હુકમો જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યાં છે. પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ/ભય વિના ઉપરોક્ત પરીક્ષા આપી શકે તથા બિલ્ડીંગ કંડકટરઓ અસામાજિક તત્વોના ત્રાસ/ભય વિના જાહેર પરીક્ષાનુ સંચાલન કરી શકે. તેમજ પરીક્ષા દરમિયાન ચોરીના દૂષણના કારણે પરીક્ષાર્થીઓના ભાવી ઉપર અસર ન પડે તે માટે કોપીરાઈટ/ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે…
Read Moreએશિયાઈ સિંહ સંરક્ષણમાં વનવિભાગની સાથે સૌરાષ્ટ્રના લોકોનો પણ ખૂબ મોટો ફાળો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વિશ્વમાં એશિયાઈ સિંહનું એકમાત્ર નિવાસ સ્થળ “ગીર” છે. ગુજરાતનું ગૌરવ એશિયાઈ સિંહ સૌરાષ્ટ્રના ૨૦,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં મુક્તપણે પરિભ્રમણ કરે છે. જેના સંરક્ષણમાં વન વિભાગની સાથે સાથે સૌરાષ્ટ્રના લોકોનો પણ ખૂબ જ મોટો ફાળો રહેલો છે. સ્થાનિક લોકોના સહકારને કારણે આજે ગીર સંરક્ષિત વિસ્તાર, સિંહોની વસ્તીના સંરક્ષણ અને માનવીય પ્રભુત્વ ધરાવતી જગ્યા ઉપર પણ સિંહની વસ્તીમાં વધારો દર્શાવતી એક અદભુત વાત બની છે. આ અવિરત પ્રયાસનો લાભ લઈને સિંહો હવે જોખમની બહાર આવી ગયા છે, અને અગાઉ જ્યાંથી તેઓ નામશેષ થઈ ગયા હતા તેવા…
Read Moreગીરગઢડાના ફાટસર ગામેથી હાર્ડ મોરમ સાથેનો મુદ્દામાલ જપ્ત કરતું તંત્ર
હિન્દ ન્યુઝ, ગીરગઢડા જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગીરગઢડા મામલતદારને મળેલ બાતમીનાં આધારે તંત્ર દ્વારા ગીરગઢડા તાલુકાના ફાટસર ગામ તરફ આકસ્મિત તપાસ હાથ ધરતા, ફાટસર ગામે નિર્મળ તળાવ વિસ્તાર પાસેથી હાર્ડ મોરમ ભરેલ ટ્રેકટર નંગ-૧(એક), ખાલી ટ્રેક્ટર નંગ-૩ તથા જે.સી.બી. નંગ-૧ સાથેનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ગીરગઢડા તાલુકાના ફાટસર ગામે નિર્મલ તળાવ વિસ્તાર પાસે ટ્રેકટર-૪ (જે પૈકી ૧ ભરેલા તથા ૩- ખાલી) તથા જેસીબી-૧ ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરતા પકડાયા હતા. પકડાયેલ વાહનો પાસે રોયલ્ટી પાસ / પરમીટ ન હોવાથી આ વાહનો ધોરણસર જપ્ત…
Read Moreઈણાજ ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ઈણાજ ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ તા.ર૭/૦ર/૨૦૨૫ થી તા.૧૭/૦૩/૨૦૨૫ દરમિયાન યોજાશે. આ પરીક્ષાનું સંચાલન સુનિયોજિત રીતે થાય એ માટે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં અને નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની ઉપસ્થિતિમાં જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં પરીક્ષાસ્થળો ઉપર ચૂસ્તપણે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળો સુધી આવવા-જવા માટે એસ.ટી.ની સુવિધાઓ તેમજ તમામ પરીક્ષાસ્થળો ઉપર પરીક્ષાના સમય દરમ્યાન સતત વીજ પુરવઠો જળવાઈ રહે તેની કાળજી રાખવા સહિતની બાબતો પરત્વે નિવાસી અધિક કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને…
Read More