હિન્દ ન્યુઝ, આણંદ
એસ.એસ. હોસ્પિટલ, પેટલાદ ખાતે સિવિલ સર્જન ડૉ. ગિરીશ કાપડિયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના કર્મચારીઓ, શિક્ષકો અને સરપંચઓ માટે મેન્ટલ હેલ્થ ફર્સ્ટ એડ ટ્રેનિંગ યોજવામાં આવી હતી.
આ તાલીમનો મૂળ હેતુ સ્પષ્ટ કરતા ડોક્ટર કાપડિયા એ જણાવ્યું હતું કે માનસિક રોગ વિશેની ગેરમાન્યતાઓ દૂર કરી, માનસિક રોગ વિશે સંપૂર્ણ જાણકારી મેળવી, સાથે સાથે હકારાત્મક માનસિક સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી શકાય તે આજના સમયની ખૂબ જ જરૂરિયાત છે.
આ કાર્યક્રમમાં માનસિક રોગ વિભાગના વડા ડૉ. કિશન પટેલ, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ નિખિલ કંસારા અને સોશ્યલ વર્કર અંકિતા રોન્ઝા દ્વારા કાર્યક્રમને અનુરૂપ ટેલી- માનસ હેલ્પ લાઇન વિશે વિસ્તૃત જાણકારી આપી તાલીમમાં ભાગ લેનાર દરેકને માનસિક આરોગ્યને લગતી કીટ આપવામાં આવી હતી.
આ તાલીમી કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના CHO, સ્ટાફ નર્સ, મેડિકલ ઓફિસર, સરપંચ અને શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
