જામજોધપુર તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંગેની ફરીયાદો માટે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત કરાયા

હિન્દ ન્યુઝ, જામનગર

    રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા જામનગર જિલ્લાની જામજોધપુર તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજવાનું જાહેર કરેલ છે.આ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ મતદાનના દિવસે તેમજ તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ મત ગણતરીના દિવસે ચૂંટણી સબંધી ફરીયાદો માટે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલ છે.જેમાં જામજોધપુર નગરપાલિકાની ચૂંટણી સંબધિત ફરીયાદો માટે મદદનીશ ચૂંટણી અધિકારી જામજોધપુર નગરપાલિકા અને મામલતદાર જામજોધપુર કચેરી ખાતે ટે.નં. ૦૨૮૯૮-૨૨૧૧૩૬, ઈ-મેઈલ po-lalpur-jam@gujarat.gov.in તેમજ કાલાવડ નગરપાલિકાની ચૂંટણી સંબધિત ફરીયાદો માટે મ્યુનિસિપલ હાઇસ્કુલ કાલાવડ ખાતે ટે.નં. ૦૨૮૯૪-૨૯૯૨૪૯, ઈ-મેઈલ po-jam-rural@gujarat.gov.in પર સંપર્ક કરી શકાશે.જેની સર્વે મતદારોએ નોંધ લેવા ચૂંટણી અધિકારી તથા પ્રાંત અધિકારી લાલપુર તેમજ જામનગર ગ્રામ્યની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment