સરકારી કર્મચારીઓએ આપ્યો ટ્રાફિક નિયમો પ્રત્યે જવાબદાર નાગરિક તરીકેનો શ્રેષ્ઠ સંદેશ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

   રાજ્યભરમાં સરકારી કચેરીઓ બહાર હેલ્મેટ ડ્રાઇવના પ્રથમ દિવસે 98.96% સરકારી કર્મચારીઓએ ટ્રાફિક નિયમોની ચુસ્ત અમલવારી કરી પોતાની જવાબદારી નિભાવી.

    આ અંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, સમગ્ર રાજ્યના સરકારી કર્મચારીઓએ જે રીતે ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ દર્શાવી છે, તે અન્ય નાગરિકો માટે પ્રેરણાદાયક છે. આપણું રાજ્ય ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ જવાબદાર બને, તે માટે આપણે સૌએ સાથે મળીને પ્રયત્નો કરવા જોઈએ.

Related posts

Leave a Comment