આણંદ જિલ્લાના અનુસુચિત જાતિના ખેડૂતોને હાઇબ્રીડ બિયારણની કીટ્સ અપાશે

હિન્દ ન્યુઝ, આણંદ

    આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાકીય સહાય અમલમાં છે. જે અંતર્ગત અનુસૂચિત જાતિના ખેડૂત ખાતેદારો માટે વિનામૂલ્યે શાકભાજીના હાઈબ્રિડ બિયારણ કિટ આપવાની યોજનાને ચાલુ રાખવાની મંજુરી મળેલ છે. વર્ષ ૨૦૨૫- ૨૬માં હાઈબ્રિડ શાકભાજીના ૧૦ ગુઠા સુધીના વાવેતર વિસ્તાર માટે વિનામૂલ્યે કિટ મળવાપાત્ર છે. હાઈબ્રીડ શાકભાજી બિયારણના ઈનપુટ કિટ વિનામુલ્યે આપવામાં આવશે. 

જે અન્વયે વર્ષ ૨૦૨૫- ૨૬માં આ યોજના હેઠળ લાભ લેવા ઇચ્છુક આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતો એ, ૭-૧૨, ૮-અ, આધાર કાર્ડની નકલ, અનુસૂચિત જાતિ અંગેનો સક્ષમ અધિકારીનો દાખલા સહિત જરુરી કાગળો સાથે નિયત સમયમર્યાદામાં નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નંબર ૪૨૭-૪૨૯, ચોથો માળ , જુના જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતે નોંધ કરાવવાની રહેશે.

વધુમાં જણાવવાનું કે લક્ષ્યાંકની મર્યાદામાં વિના મૂલ્યે હાઈબ્રીડ શાકભાજી બિયારણના ઈનપુટ કિટ આપવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની રહેશે, તેમ નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે. 

Related posts

Leave a Comment