હિન્દ ન્યુઝ, આણંદ
Bઆણંદ સિંચાઈ વિભાગ, આણંદ હસ્તકના કાંસ પેટા વિભાગ આણંદ હેઠળ ઉમરેઠ, આણંદ, પેટલાદ, બોરસદ અને આંકલાવ તાલુકાઓ ખાતેથી પસાર થતા નોટિફાઇડ કાંસના નેટવર્કની જાળવણી અને મરામતની કામગીરી કરવામાં આવે છે.
આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ના જણાવ્યા મુજબ બોરસદ ખાતેના પામોલ – બોરસદ કાંસ નોટિફાઇડ કાંસ છે. આ કાંસ ફક્ત વરસાદી પાણીના નિકાલ માટેનો જ છે, જેમાં આજુબાજુના રહેતા રહીશો દ્વારા કાંસમાં કચરો તથા ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે, જેને લીધે દૂષિત પાણી ભળતાં કાસમાં વધુ ગંદકી ફેલાય છે.
વધુમાં તેમના જણાવ્યા મુજબ બોરસદ ખાતેના કાંસની સાફ-સફાઈ કરવાની કામગીરી સરકારી મશીનરી દ્વારા ચાલુ કરવામાં આવી છે, અને હાલ કાંસ સફાઈની કામગીરી પ્રગતિ હેઠળ છે, જે વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું છે.
