આદિજાતિના બાળકો અને મહિલાઓના પોષણ માટે ગુજરાત સરકાર કરી રહી છે દરકાર

હિન્દ ન્યુઝ, દાહોદ 

      ગુજરાત સરકાર દ્વારા બાળકો અને મહિલાઓના પોષણને પ્રાથમિકતા આપવાના ભાગરૂપે શરૂ કરાયેલા સંકલિત પ્રયાસો સફળ થઈ રહ્યા છે. કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણ માટે શરૂ કરાયેલ CMAM (Community-Based Management of Acute Malnutrition ) કાર્યક્રમ હેઠળ, દાહોદના દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડાના નાના ગામના બાળક બેબીને નવું જીવન મળ્યું છે, જે સરકારી યોજનાઓની સફળતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામમાં રહેતા જગદીશભાઈ બારિયાનો બે વર્ષ અને દસ મહિનાનો પુત્ર મોહિત, મધ્યમ કુપોષિત (MAM – Moderate actute malnutrition)ની શ્રેણીમાં આવતો હતો. આંગણવાડી કાર્યકર દ્વારા કરાયેલા સ્ક્રીનિંગમાં બેબીનું વજન માત્ર ૨ કિલો અને લંબાઈ ૫૨ સેમી હતી. તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી બેબીના પરિવાર માટે આંગણવાડી કાર્યકર દેવદૂત સાબિત થયા છે.

આંગણવાડી કાર્યકર દ્વારા બેબીના ઘરે નિયમિત મુલાકાતો લેવામાં આવી અને તેના માતા-પિતાને પોષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બેબીના પરિવારને પોષણ સંગમ CMAM કાર્યક્રમ હેઠળ આંગણવાડી કેન્દ્ર પર દાખલ કરવામાં આવ્યો. તેના માટે એક ખાસ પોષણ કાર્ડ બનાવવામાં આવ્યું, જેમાં દર અઠવાડિયે તેના વજન અને લંબાઈની નોંધ રાખવામાં આવતી હતી. 

આંગણવાડી કાર્યકર દ્વારા બેબીને નિયમિતપણે બાળ શક્તિના પેકેટમાંથી બનેલા શિરો, રાબ અને સુખડી ખવડાવવામાં આવતી હતી અને તેની માતાને પણ ઘરે આ પૌષ્ટિક આહાર બનાવવાની રીત શીખવવામાં આવી હતી. આ સાથે તેમણે ટિફિન સેવા પણ શરૂ કરવામાં આવી હતી. 

આંગણવાડી કાર્યકર, મુખ્ય સેવિકા અને પોષણ સંગમ કાર્યક્રમના સંકલિત પ્રયાસોના પરિણામે બેબીની શારીરિક સ્થિતિમાં અદભુત સુધારો જોવા મળ્યો. તેનું વજન વધીને ૪.૯૦૦ કિલો અને લંબાઈ ૫૪.૨ સેમી થઈ. સૌથી મોટી સિદ્ધિ એ હતી કે, તે મધ્યમ કુપોષણમાંથી બહાર આવી ગયો હતો. બેબીના સ્વાસ્થ્યમાં આવેલા આ સુધારાથી તેના પરિવારજનોએ ICDS વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બાળ વિકાસ વિભાગની પહેલો અસર કારક સાબિત થઈ રહ્યો છે. પોષણ સંગમ કાર્યક્રમ જેવા પ્રયાસોથી મોહિત જેવા અનેક બાળકોને હસતું-રમતું બાળપણ મળી રહ્યું છે. આ કાર્યક્રમની સફળતાથી ગામના સરપંચ અને વાલીઓ પણ ખૂબ પ્રભાવિત થયા છે. આ ઘટના બેબીના જીવનમાં આવેલો એક મોટો બદલાવ છે, જે સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયક છે.

Related posts

Leave a Comment