હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિન્દ બાપનાની સુચના મુજબ મહાનગરને સ્વચ્છ રાખવાની ઝુંબેશ અન્વયે મનપાના સેનિટેશન વિભાગ દ્વારા આણંદના વિવિધ વિસ્તારોમા આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. મનપાની ટીમ દ્વારા કરવામાં આવેલ તપાસણી દરમિયાન ગંદકી કરનાર લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.
જાહેરમાં કચરો નાખતા અને ગંદકી કરતા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ કરતાં લોકો સામે જરૂરી કાર્યવાહી કરી રૂ. ૧૧,૨૦૦/- જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.
આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિન્દ બાપનાએ મનપા વિસ્તારમાં વેપારીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને જાહેરમાં કચરો ન નાખે તથા ગંદકી ન કરે તે માટે ખાસ અનુરોધ કર્યો છે, તેમણે જણાવ્યું છે કે, આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સમયાંતરે વિવિધ એકમો / સ્થળોની આકસ્મિક તપાસ હાથ ધરવામા આવશે, તે સમયે ગંદકી ધ્યાને આવશે તો સંબંધિતઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી સ્થળ ઉપર જ વહીવટી ચાર્જ વસૂલ કરવાની ફરજ પડશે.