ગીર સોમનાથ જિલ્લામાં જૂના-નવા મોબાઈલ લે-વેંચ કરતા વેપારીઓએ ફરજિયાત નિભાવવાનું રહેશે રજીસ્ટર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   રાજયમાં અને ગીર સોમનાથ જિલ્લામાં બનતા ગુન્હાઓમાં મોબાઈલ ફોનનો ઉપયોગ થાય છે. તેમજ મોબાઈલ ચોરીના ગુન્હાઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુન્હાઓ શોધી કાઢવા માટે ગુન્હામાં વપરાયેલ અથવા ગયેલ મોબાઈલ ફોનના IMEI નંબરનુ ટ્રેકીંગ કરીને ગુન્હાના મૂળ સુધી પહોચવા પ્રયત્નો કરવામાં આવે છે. ઘણી વખત મોબાઈલ ફોન વપરાશ કરનાર સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે કે તેમણે કોઈ અજાણ્યા માણસ પાસેથી મોબાઈલ ખરીદેલ છે.

જિલ્લામાં બનતા ગુન્હાઓમાં વપરાતા મોબાઈલ તેમજ મોબાઈલ ચોરીના ગુન્હાઓમાં જુના મોબાઈલ ખરીદ/વેચાણ કરતા વેપારીઓ તરફથી આવા મોબાઈલ ખરીદતા/વેચતા વ્યકિતની માહિતી મળી રહે તેમજ ગુન્હાના મૂળ સુધી પહોચી સાચા આરોપીને પકડી શકાય તેમજ આવા બનતા ગુન્હાઓ નિવારી શકાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા જૂના કે નવા મોબાઈલ લેનાર/વેચનાર વેપારીએ રજીસ્ટર નિયત કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.

આ જાહેરનામા અનુસાર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જુના કે નવા મોબાઈલ લેનાર/વેચનાર વેપારીએ કોઈપણ વ્યકિતઓની પુરતી ખરાઈ ઓળખકાર્ડ અથવા ઓળખપત્ર વગર જુના મોબાઈલ લઈ શકશે નહી કે વેચી શકશે નહી તથા જુના કે નવા મોબાઈલ ખરીદતી અને વેચતી વખતે નીચેના નમુનાનું ખરીદ તથા વેંચાણનું અલગ-અલગ રજીસ્ટર નિભાવવાનું રહેશે અને તેમા વિગતો નોંધવાની રહેશે.

જુના કે નવા મોબાઈલ ખરીદતી-વેચતી વખતે વેપારીએ નિભાવવાનુ રજીસ્ટર:

મોબાઈલ ફોનની વિગત કંપની/મોડલ નંબર

 IMEI નંબર મોબાઈલ ફોન કોની પાસેથી ખરીદ કરેલ/વેચેલ છે? તેનુ પુરૂ નામ સરનામું, મોબાઈલ નંબર સહિત

 ID પ્રુફની વિગત ૧

આ જાહેરનામુ તા.૧૮/૦૨/૨૦૨૪થી ૬૦ દીવસ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

 

 

Related posts

Leave a Comment