તાલાલા ખાતે સનશાઈન સ્કૂલમાં યોજાશે ‘માતૃભાષા મહોત્સવ’

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

  ’સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી’ કવિ શ્રી ઉમાશંકર જોશીના આ શબ્દો સાથે જ નવી પેઢી ગુજરાતી ભાષા પરત્વે ગર્વ અનુભવી શકે અને ગુજરાતી સાહિત્ય વિશ્વની ઉર્જા માણી શકે તેવા શુભહેતુસર વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે સનશાઈન સ્કૂલ બિલ્ડિંગ, રમળેચી રોડ, તાલાલા ખાતે ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે ‘માતૃભાષા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સરકારી વિનયન કોલેજ વાણિજ્ય કોલેજ–તાલાલાના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલ કાર્યક્રમમાં માતૃભાષા મહોત્સવમાં ગુજરાતી સાહિત્ય અને માતૃભાષાના પ્રસાર માટે સમર્પિત ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હાં પ્રેરક વ્યાખ્યાનના માધ્યમથી માતૃભાષાનું મહિમાગાન કરશે.

તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.ડૉ.અશ્વિન બારડ કરશે અને ગુજરાતી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, જાફરાબાદના મદદનીશ પ્રાધ્યાપક ડૉ.જિજ્ઞેશકુમાર રાદડિયા, કવિ યોગેશ વૈદ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે. આ મહોત્સવમાં પધારવા માટે ગુજરાત સાહિત્ય અકાદમી મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અને ઈન્ચાર્જ આચાર્ય ડેનિશ લાડાણીએ જાહેર જનતાને ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યું છે.

 

 

 

Related posts

Leave a Comment