વેરાવળ ચોપાટી ખાતે યોજાશે ‘પર્યટન પર્વ’

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે વેરાવળ ચોપાટી ખાતે તા. ૨૦-૦૨-૨૦૨૪ના રોજ રાત્રે ૦૮:૦૦ કલાકે સંગીતમઢી સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

 ‘પર્યટન પર્વ’ના નામે આયોજીત આ સંગીતસભર કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત ગાયક અને ઘેઘૂર અવાજના માલિક એવા ઓસમાણભાઈ મીર અરબી સમુદ્રના મોજાઓના આંદોલન સાથે લય મિલાવતા સોમનાથના પ્રજાજનોને તેમની ગાયીકી અને લોકસંગીતના સથવારે ડોલાવશે. ઓસમાણ મીર સાથે તેમના પુત્ર આમીર મીર પણ સંગત જમાવશે.

વેરાવળ ચોપાટી ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં પધારવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવાયું છે.

આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સર્વ ભગવાનભાઈ બારડ, પ્રદ્યુમનભાઈ વાજા, કાળુભાઈ રાઠોડ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજૂલાબહેન મૂછાર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબહેન જાની સહિતના મહાનુભાવો અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

 

Related posts

Leave a Comment