ગીર સોમનાથ જિલ્‍લામાં બહારના મજુરો રાખનાર માલિકોએ નિયત પત્રકમાં માહિતી ભરી સબંધિત પોલીસ મથકમાં આપવા આદેશ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    ગીર સોમનાથ જિલ્લો વિશાળ દરિયા કિનારો ધરાવે છે અને જિલ્લામાં પવિત્ર યાત્રાધામ સોમનાથ આવેલ છે તેમજ પ્રવાસ-પર્યટનના તથા ધાર્મિક ઘણા સ્થળો આવેલા છે, જયાં વિશાળ પ્રમાણમાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. જિલ્લામાં વિવિધ ઔદ્યોગિક એકમો આવેલા છે. હાઇવે ઓથોરીટી તથા માર્ગ મકાન વિભાગ દ્વારા રોડના તથા અન્‍ય બાંધકામના કામોમાં અન્‍ય રાજયોમાંથી મજુરો લાવવામાં આવે છે. જે મજુરો, મજૂર ઠેકેદારો તથા સપ્‍લાયર્સ/કોન્ટ્રાકટરો દ્વારા લાવવામાં આવે છે.

જિલ્‍લામાં મિલ્‍કત વિરૂધ્‍ધના ગુન્‍હાઓમાં મોટા ભાગના કિસ્‍સાઓમાં પરપ્રાંતિય મજુરો ગુન્‍હા આચરી પરત પોતાના વતનમાં જતા રહેતા હોય, આવા ગુન્‍હા વણ શોધાયેલા રહે છે. આવા સંજોગોમાં જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીના પગલા લેવા આવશ્‍યક જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈ પરપ્રાંતના (ગુજરાત રાજય બહારના) મજુરોને કામે રાખનાર મજૂર ઠેકેદારો, કોન્ટ્રાકટર, સપ્લાયર્સ તથા અન્ય કોઈ મજુરો કામે રાખનારાઓએ આવા મજુરોને કામે રાખે ત્યારે નીચેના નમૂનાના ફોર્મમાં માહિતી ભરપાઈ કરી સંબંધીત પોલીસ સ્ટેશન ખાતે પુરી પાડવાની રહેશે. તેમજ સંબંધિત વ્યકિત/સંસ્થાએ નજીકના પોલીસ સ્ટેશન ખાતેથી નિયત નમુનાનુ ફોર્મ મેળવી લેવાનુ રહેશે.

ઉપરાંત મજૂર ઠેકેદારો તથા સપ્લાયર્સ/કોન્ટ્રાકટરો જયારે મજૂરો કામે રાખે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનમાં માહિતી આપવાનુ ફોર્મ (નિયત નમૂનામાં) ઉપરાંત સરનામા, મજૂરનો તાજેતરનો ફોટો, મજૂરના અંગુઠાનું નિશાન, મુકાદમ/સપ્લાયર/ કોન્ટ્રાકટરની સહી, નામ આપવાના રહેશે. આ જાહેરનામુ તા.૧૮/૦૨/૨૦૨૪થી ૬૦ દીવસ સુધી અમલમાં રહેશે આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

(નિયત નમૂનાનું ફોર્મ)

 

 

 

Related posts

Leave a Comment