પોરબંદરના મંડેર ગામે જીલ્લાકક્ષાની પશુપાલન શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, પોરબંદર

    પોરબંદર તાલુકાના મંડેર ગામે પશુપાલન શાખા, જીલ્લા પંચાયત, પોરબંદર તેમજ તાલુકા પશુ દવાખાના-પોરબંદરના સંયુક્ત ઉપક્રમે તથા નાયબ પશુપાલન નિયામક ડો.આઇ.એસ.ગેહલોતના સુચારૂં માર્ગદર્શન હેઠળ જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ તકે જીલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર દ્વારા પ્રાસંગીક પ્રવચન આપીને પશુપાલકોને પ્રોત્સાહીત કર્યા હતા તથા આ પશુપાલન શિબિરના સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. જીલ્લા કક્ષાની આ પશુપાલન શિબિરમાં તજજ્ઞો, ડોક્ટરો, વૈજ્ઞાનિકો તેમજ પશુપાલન શાખાની ટીમ દ્વારા પશુપાલકોને વિવિધ પાસાઓ જેવા કે પશુ-પોષણ, પશુ-સંવર્ધન તથા પશુ-સારસંભાળ પર વિસ્તૃત સમજ આપવામાં આવી હતી તેમજ પશુઓલાદ સુધારણા, આધુનીક ઢબે પશુપાલન થકી આર્થિક સમૃધ્ધિ મેળવવા તથા સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇને આવક બમણી કરવા આહવાન કરવામાં આવ્યું હતુ. આ તકે તાલુકા પંચાયતના સભ્યશ્રી કેશુભાઇ બાલસ, હંસાબેન માવદીયા તથા મંડેર ગામના સરપંચ ગોપાલભાઇ તથા ઉપસરપંચ કિશોરભાઇએ હાજર રહી, પશુપાલકોને માર્ગદર્શન તથા પ્રોત્સાહિત કર્યા હતા.

Related posts

Leave a Comment