ગુજરાત બજેટ 2025-26 નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

 “વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું”ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

• 50 હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ

• ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને સુદ્રઢ કરતી મહત્વપૂર્ણ જોગવાઈઓ

• બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વેઃ નમોશક્તિ એક્સપ્રેસ-વે તથા સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવાશે, દાહોદ ખાતે નવા એરપોર્ટનું નિર્માણ કરાશે

• વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને વેગ આપવા 2025નું વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવાશેઃ શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો, નવી મહાનગરપાલિકાઓના માળખાકીય વિકાસ માટે નાણાંકીય ફાળવણી

• ગરીબોને આવાસ માટે પીએમ આવાસ ગ્રામીણમાં અપાતી સહાય 1.70 લાખ રૂપિયા કરાઈ

• આદિજાતિના કલ્યાણ માટે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આ વર્ષે 30 હજાર કરોડની રકમ ફાળવાશે

• રાજ્યના મત્સ્યોદ્યોગના વિકાસ માટે અભૂતપૂર્વ 1622 કરોડનું પેકેજ જાહેર

• બાળકોના પોષણ માટે રૂ. 8460 કરોડની બજેટ ફાળવણી 

Related posts

Leave a Comment