ધ્રોલ નગરપાલિકામાં હરીફ ઉમેદવારનું અવસાન થતા વોર્ડ નં.૭ની ચૂંટણી રદ્દ કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર              જામનગર જીલ્લાની ધ્રોલ નગરપાલિકા સામાન્ય ચૂંટણી ૨૦૨૫નુ મતદાન આવતીકાલ તા.૧૬ ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવશે. ચૂંટણી અન્વયે વોર્ડ નં ૧ થી ૭ ના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. પરંતુ હરીફ ઉમેદવારોની યાદી મુજબ વોર્ડ નં.૭ માં કુલ ૧૦ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી ક્રમ નં.૩ પરના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સામાન્ય વર્ગના ઉમેદવાર દશરથસિંહ જામસંગ જાડેજાનું તા.૧૩ ફેબ્રુઆરીના રોજ અવસાન થયું છે. જેની ખાતરી કરવામાં આવી છે. માટે માત્ર વોર્ડ નં.૭નું મતદાન રદ કરવામાં આવ્યું છે. નગરપાલિકાની ચૂંટણીના સુધારેલા…

Read More

ધ્રોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંગેની ફરીયાદો માટે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત

હિન્દ ન્યુઝ, જામનગર            રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજવાનું જાહેર કરેલ છે. આ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ મતદાનના દિવસે તેમજ તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ મત ગણતરીના દિવસે ચૂંટણી સબંધી ફરીયાદો માટે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી સંબધિત ફરીયાદો માટે મામલતદાર કચેરી ધ્રોલ ખાતે ટે.નં. ૦૨૮૯૭-૨૨૨૦૦૧ ઈ-મેઈલ po-dhrol-jam@gujarat.gov.in પર સંપર્ક કરી શકાશે. જેની સર્વે મતદારોએ નોંધ લેવા ચૂંટણી અધિકારી તથા પ્રાંત અધિકારી ધ્રોલની યાદીમાં જણાવા

Read More

જિલ્લાની જમીન માપણીની કામગીરી અંગેની સર્વગ્રાહી સમીક્ષા કરતાં જિલ્લા કલેકટર કેતન ઠક્કર

હિન્દ ન્યુઝ, જામનગર            કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર કેતન ઠક્કરે જામનગર જિલ્લાની જમીન માપણીની કામગીરી અંગેની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં સુપ્રિન્ટેનડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડ પી.બી.પરમાર તથા ડિસ્ટ્રીકટ ઇન્સપેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ કે.એન.ગઢીયાએ કલેકટર સમક્ષ જિલ્લામાં કાર્યાન્વિત રી-સર્વેને લગતી કામગીરીની વિગતો રજૂ કરી હતી. બેઠકમાં કલેક્ટરએ કચેરીનું મહેકમ તેમજ રીસર્વેની કામગીરી સાથે જોડાયેલ સર્વેયર અંગેની વિગતો મેળવી યોગ્ય રીતે કામની વહેંચણી કરવા તેમજ યોગ્ય આયોજન ઘડી સમયમર્યાદામાં રી-સર્વેની કામગીરી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા ઉપસ્થિત સૌને તાકીદ કરી હતી.સાથે સાથે…

Read More

આંકલાવના સીમ વિસ્તારમાંથી મહુડાના વૃક્ષને કાપવાની અરજી ના મંજૂર કરતું આણંદ વન વિભાગ

હિન્દ ન્યુઝ, આણંદ      નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ, આણંદના જણાવ્યા મુજબ વન વિભાગની જવાબદારી રક્ષિત વિસ્તાર તેમજ વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતા ઝાડની હોય છે, અન્ય વિસ્તારમાં પણ અનામત ઝાડ જેવા કે સાગ, શીશમ, ખેર, ચંદન અને મહુડો કાપવા માટે વન વિભાગની પરવાનગી લેવી ફરજીયાત છે અન્યથા વન વિભાગના નિયમ અનુસાર ગુનો બને છે. આંકલાવના સીમ વિસ્તારમાં રહેતા અરજદાર સંદીપભાઈ ગોવિંદભાઈ શાહ દ્વારા સર્વે નંબર ૧૪૦૫ માં કરવામાં આવતા પાકને બચાવવા ફેન્સીંગ મારવા માટે અનામત વૃક્ષ મહુડો નડતરરૂપ હોય આ વૃક્ષ કાપવા અંગેની મંજૂરી આંકલાવ વન વિભાગની કચેરી…

Read More

બોરસદ સર્કિટ હાઉસ પાસેના કાંસની સાફ-સફાઈ ચોમાસા પહેલા કરવાનું આયોજન

હિન્દ ન્યુઝ, આણંદ    Bઆણંદ સિંચાઈ વિભાગ હસ્તકના કાંસ પેટા વિભાગ આણંદ હેઠળ ઉમરેઠ, આણંદ, પેટલાદ, બોરસદ, આંકલાવ તાલુકાઓમાંથી પસાર થતા નેટવર્કની જાળવણી અને મરામતની કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત બોરસદ તાલુકામાં સિંગલાવ – બોરસદ કાંસ આણંદ સિંચાઈ વિભાગ હસ્તકનો નોટિફાઇડ કાંસ છે, આ કાંસની સાફ-સફાઈ સુજલામ સુફલામ જળ સિંચાઈ યોજના હેઠળ ગત વર્ષે ચોમાસા પહેલા કરવામાં આવી હતી, તેવી જ રીતે આગામી ચોમાસા પહેલા પણ આ કાંસની સાફ-સફાઈ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે.  

Read More

નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ

હિન્દ ન્યુઝ, આણંદ     એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની નવી સિરિઝ GJ 23-EE- 0001 થી 9999 છે. પસંદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલિકોએ તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઈ કર્યા પછી ઓનલાઇન http://parivahan.gov.in/fancy વેબ લીંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે. તા.૨૪/૦૨/૨૦૨૫ ના ૧૬ : ૦૦ કલાક થી તા.૨૬/૦૨/૨૦૨૫ ના ૧૬ : ૦૦ કલાક સુધી AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે. તા.૨૬/૦૨/૨૦૨૫ ના ૧૬ : ૦૦ કલાક થી તા.૨૮/૦૨/૨૦૨૫ ના…

Read More

ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડ પરીક્ષા

બોર્ડનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર ૧૮૦૦ – ૨૩૩ – ૫૫૦૦ ઉપર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાશે હિન્દ ન્યુઝ, આણંદ      ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી તારીખ ૨૭ મી ફેબ્રુઆરીથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ લેવામાં આવનાર છે. આણંદ જિલ્લામાં આણંદ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષ શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પરીક્ષાલક્ષી તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ માં ૩૧,૨૯૦, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૨,૬૦૯ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૪,૧૫૯…

Read More

સોમનાથમાં મહાશિવરાત્રી પર્વે સમુદ્ર તટે સોમનાથ ટ્રસ્ટ હજારો ભકતોને કરાવશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન

હિન્દ ન્યુઝ, સોમનાથ     મહાશિવરાત્રી એટલે ભોળાનાથના ભક્તો માટે વર્ષનો સૌથી મોટો મહોત્સવ. મહાશિવરાત્રીના પર્વ પર શિવભક્તો મહાદેવની અનેકવિધ પ્રકારે આરાધના કરતા હોય છે. અને તેમાં પણ વિશેષ રૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજન નું શાસ્ત્રમાં પણ અનેરૂ મહાત્મય વર્ણવવામાં આવ્યું છે. લાખો લોકો સોમનાથ આવનાર હોય ત્યારે શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દરેક પરિવાર નજીવા શુલ્ક સાથે પૂજા નો લાભ લઈ શકે તેવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. મહાશિવરાત્રી પર્વે તા. 26 ફેબ્રુઆરી 2025 ના રોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને પંચમહાભૂત ની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર…

Read More

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં બાકી તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસોની સમીક્ષા, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજીઓ તેમજ તકેદારી આયોગના પત્રનો સમયસર નિકાલ તથા માહિતી અધિકાર અધિનિયમની અરજીઓની અપીલમાં જે તે સંલગ્ન અધિકારીઓને હાજરી આપવા સુચના આપી હતી. સરકારની કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તે માટે તમામ કચેરીઓને સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા, ઓનલાઇન ફાર્મર રજીસ્ટ્રેશન વધારવાની સાથે પ્રજાના પ્રશ્નોનો ઝડપી અને સમયસર ઉકેલ‌ લાવવા કલેકટરએ તાકીદ કરી હતી.…

Read More

રાજયની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી-૨૦૨૫

હિન્દ ન્યુઝ, ભાવનગર      રાજયની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રવિવારના ૭:૦૦ વાગ્યાથી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી યોજાનાર છે. ત્યારે જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ દિવસે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં…

Read More