હિન્દ ન્યુઝ, આણંદ
Bઆણંદ સિંચાઈ વિભાગ હસ્તકના કાંસ પેટા વિભાગ આણંદ હેઠળ ઉમરેઠ, આણંદ, પેટલાદ, બોરસદ, આંકલાવ તાલુકાઓમાંથી પસાર થતા નેટવર્કની જાળવણી અને મરામતની કામગીરી કરવામાં આવે છે.
જે અંતર્ગત બોરસદ તાલુકામાં સિંગલાવ – બોરસદ કાંસ આણંદ સિંચાઈ વિભાગ હસ્તકનો નોટિફાઇડ કાંસ છે, આ કાંસની સાફ-સફાઈ સુજલામ સુફલામ જળ સિંચાઈ યોજના હેઠળ ગત વર્ષે ચોમાસા પહેલા કરવામાં આવી હતી, તેવી જ રીતે આગામી ચોમાસા પહેલા પણ આ કાંસની સાફ-સફાઈ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે.