જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ મોટા પાચસરા ગ્રામ પંચાયત ખાતે દફ્તર તપાસણી કરી

હિન્દ ન્યુઝ, જામનગર

     જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ આજે મોટા પાચસરા ગામની મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયત ખાતે દફ્તર તપાસણી કરી હતી. 

તપાસણી દરમિયાન ગ્રામ પંચાયતના વહીવટી રેકોર્ડ, વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ, વિકાસકાર્યોની પ્રગતિ તેમજ નાગરિકોને આપવામાં આવતી સેવાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ કામગીરીમાં વધુ પારદર્શિતા, સમયબદ્ધતા અને ગુણવત્તા જળવાય તે માટે સૂચનો કર્યા હતા.

તપાસણી દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારીઓ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment