હિન્દ ન્યુઝ, ભાવનગર
ઇન્ડિયન કાઉન્સીલ ફોર ચાઇલ્ડ વેલ્ફેર, નવી દિલ્હી દ્વારા દર વર્ષે જે બાળકની ઉંમર ૬ થી ૧૮ વર્ષ સુધીની હોય તેવાં બાળકો દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ઠ અને હિંમતભરી સારી કામગીરી બદલ અલગ-અલગ પ્રકારના બ્રેવરી એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ તા. ૦૧-૦૭-૨૦૨૧ થી તા. ૩૦-૦૯-૨૦૨૨ દરમિયાન બાળકે કરેલ ઉત્કૃષ્ટ કામગીરીને આધારે આપવામાં આવે છે. આ માટેની અરજીઓ તા. ૧૫-૧૦-૨૦૨૨ સુધીમાં ઇન્ડિયન કાઉન્સીલ ફોર ચાઇલ્ડ વેલ્ફેર, નવી દિલ્હીને મોકલી આપવાની રહેશે તેમ પોલીસ મહાનિદેશક, (મહિલા સેલ), સી.આઇ.ડી.ક્રાઇમ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.