તાલાલાના પીખોર ગામની હાઇસ્કુલમાંથી રક્તપિત્ત સ્પર્શ લેપ્રસી અવરનેશ અભિયાનનો પ્રારંભ કરાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

             રક્તપિત્ત નાબૂદી માટે ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ ખડેપગે કામગીરી કરી રહ્યું છે. જિલ્લામાં રક્તપિત્ત નાબૂદી માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ ૯૩ શાળાઓમાં રક્તપિત્ત સ્પર્શ લેપ્રસી અવરનેશ અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં તાલાલા તાલુકાના પીખોર ગામની હાઇસ્કુલમાંથી રક્તપિત્ત સ્પર્શ લેપ્રસી અવરનેશ અભિયાનનો પ્રારંભ આવ્યો છે.

જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામે જણાવ્યું હતું કે, રક્તપિત્ત નાબૂદી અભિયાન માટે જિલ્લાની વિવિધ ૯૩ જેટલી શાળાઓમાં રક્તપિત્ત સ્પર્શ લેપ્રસી અવરનેશ અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં આજે તાલાલાના પીખોર ગામની હાઇસ્કુલમાંથી આ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રક્તપિત્ત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અભિયાન દ્વારા વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે રક્તપિત જાગૃતિ અને ગેર માન્યતાઓ દૂર કરવા માટે વકૃત્ત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિક ઇનામ પણ આપવામાં આવશે.

Related posts

Leave a Comment