હિન્દ ન્યુઝ, ભાવનગર
રાજ્યમાં ભારે વરસાદની આગાહી અનુસંધાને બચાવ રાહત વ્યસ્થાપનની કામગીરીની સમીક્ષા અર્થે ભાવનગર જિલ્લાના ગારિયાધારના તાલુકા સેવા સદન ખાતે પ્રભારી મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.
જેના અનુસંધાને ભાવનગર જિલ્લા પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાએ ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ પૂર બચાવ, કંટ્રોલ રૂમ, નદી તેમજ ડેમ વિસ્તારમાં લોકોની અવરજવર પર નિયંત્રણ સહીતની સૂચના આપી હતી. આ ઉપરાંત
આવનારા સમયમાં જરૂર પડ્યે આસપાસના ગામોને સચેત કરવા તેમજ જરૂર પડ્યે લોકોને ભયભીત ન થવા અને સાવચેત રહેવા ખાસ અપીલ કરી હતી.રાશનની દુકાન અને આંગણવાડીઓમાં પર્યાપ્ત માત્રામાં રાશન જથ્થો પહોંચાડવા સૂચન કર્યું હતું.
જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે એ સમીક્ષા બેઠકમાં જરૂરી માહિતી મેળવી વિવિધ વિભાગના વડાઓને જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત ભયજનક સ્થળો અને જર્જરીત મકાનોથી લોકોને દૂર રહેવા તેમજ નદી નાળામાં પુરના વખતે લોકોને ન્હાવા નહી પડવા અપીલ કરી હતી.
પાલીતાણા પ્રાંત અધિકારી સિદ્ધાર્થસિંહ ગઢવી એ સમગ્ર તાલુકામાં વરસાદ અને ડેમની સ્થિતિ અંગે માહિતી આપી હતી
ગરીયાધાર ખાતે બેઠક સંપન્ન કરી ગારીયાધારના ઠાસાથી સાવરકુંડલાના ઘોબા જતા કોઝ-વે ની રૂબરૂ મુલાકાત મંત્રી તેમજ અધિકારીઓએ લીધી હતી અને મંત્રી એ જરૂરી સૂચનો કાર્ય હતા
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જિલોવા, ગારિયાધાર મામલતદાર આર. એસ. લાવડીયા, ગરીયાધાર ટી. ડી.ઓ. એસ. એમ. પટેલ, ગારીયાધાર પી.એસ.આઈ. વી. વી. ધ્રાંગુ, ગરીયાધાર ચીફ ઓફિસર એમ.પી. ગોહિલ, ગરીયાધાર તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુરેશ પોકળ, નાયબ કાર્યપાલક ઈજનેર ડી. એલ. મેર, પી.જી.વી.સી.એલ. નાયબ ઈજનેર વી.કે.ચારણ સહિતના વિવિધ વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી