પાલિતાણાનાં શેત્રુંજીડેમની મુલાકાત લેતા પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણા

હિન્દ ન્યુઝ, પાલિતાણા

ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હોઈ વરસાદની આગાહી અનુસંધાને બચાવ રાહત વ્યસ્થાપનની કામગીરીની સમીક્ષા અર્થે ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમની પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાએ મુલાકાત લીધી હતી.

સૌરાષ્ટ્રમાં થયેલ વરસાદને લીધે શેત્રુંજી ડેમમાં પાણી ની આવક ચાલુ હોઈ જેના અનુસંધાને ડેમની ઊંડાઈ, ઓવરફ્લોની સ્થિતિ અને નીચાણવાળા વિસ્તારો અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત ડેમ વિસ્તારમાં લોકોની અવરજવર પર નિયંત્રણ સહીતની સૂચના મંત્રી કિરીટસિંહ રાણાએ આપી હતી. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોને જાણ કરવા તેમજ પાણીની આવક વધુ હોય ત્યારે લોકોને સુરક્ષીત સ્થાને લઈ જઈને તેમના રહેવાની અને ફૂડ પેકેટની વ્યવસ્થા અંગે જરૂરી સૂચનો કર્યા હતા.

શેત્રુંજી ડેમ ની મુલાકાત સમયે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, પાલીતાણા પ્રાંત અધિકારી સિદ્ધાર્થસિંહ ગઢવી, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment