બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસના કામોને જન જન સુધી પહોંચાડવા માટે “વંદે ગુજરાત વિકાસ યાત્રા” અંતર્ગત આજે આઠમા દિવસે બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે “વંદે ગુજરાત વિકાસ યાત્રા” નો રથ આવી પહોચતા બોટાદનાં પ્રાંત અધિકારી દિપકભાઈ સતાણી, જિલ્લાના અગ્રણી ભીખુભાઈ વાઘેલા સહિત બોટાદ શહેરીજનો દ્વારા રથનું હર્ષભેર સ્વાગત કરાયું હતું. બોટાદના પ્રાંત અધિકારી દિપકભાઈ સતાણીના અધ્યક્ષ સ્થાને બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે ‘વંદે વિકાસ યાત્રા’નો કાર્યક્રમ યોજાયો હતો.


જિલ્લાના અગ્રણી ભીખુભાઈ વાઘેલાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય અને રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો છેક અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડીને સાચા અર્થમાં વિકાસ સાધ્યો છે. નલ સે જલ યોજના, સૌની યોજના ખુબ જ આશિર્વાદરૂપ બની રહી છે. વંદે ગુજરાત વિકાસ યાત્રા થકી શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકોને વિવિધ વિભાગોની યોજનાઓ અને સેવાઓના લાભોનુ પણ વિતરણ કરીને પાત્રતા ધરાવતા અનેક લાભાર્થીઓને લાભાન્વિત કરાયાં હોવાનું ઉમેર્યું હતું.

વધુમાં વાઘેલાએ કહ્યું કે, બોટાદ શહેરી વિસ્તારમાં જન સુખાકારીના અનેક કામો થયાં છે પરંતુ બોટાદ શહેરીજનોને આગામી દિવસોમાં જન સુખાકારીના કામો માટે રૂ ૧૪.૯૮ કરોડથી પણ વધુ માતબર રકમની ફાળવણી કરાઇ હોવાનુ જણાવ્યું હતું.
પ્રાંત અધિકારી દિપક સતાણી સહિત અન્ય મહાનુભાવોના હસ્તે કુંવરબાઈનું મામેરું, પી. એમ. સ્વનિધી, એસ. સીપી યોજના, ઝુંપડપટ્ટી યોજના, વ્હાલી દિકરી યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના- ૨.૦, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, PMJAY યોજનાના બોટાદ શહેરી વિસ્તારના કુલ-૮૫ લાભાર્થીઓને વિવિધ સહાયનું વિતરણ કરીને લાભાન્વિત કરાયાં હતાં

આ પ્રસંગે વીસ વર્ષની વિકાસગાથા અંગેની શોર્ટ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. પ્રારંભે બોટાદના ચીફ ઓફીસર મુકેશભાઈ વાઘેલાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

આ વેળાએ ઈન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર સુ શબનમબેન શેખ સહિત જિલ્લાના અધિકારીઓ-પદિધિકારીઓ, લાભાર્થીઓ,બોટાદ શહેરીજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment