હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર યોજના નં. ૨૧ (રૂવા-વડવા)ને આખરી કરવાં માટે નગરરચના અધિકારી તરીકે
ડી.કે. ભૂવાની નિમણૂંક કરવામાં આવી છે. નગર નિયોજકના હોદ્દાની રૂએ તેઓએ તા.૦૫-૦૯-૨૦૨૨ ના રોજ આ હોદ્દો સંભાળી લીધો છે. આ બાબતે હીત ધરાવતી કે અસરગ્રસ્ત વ્યક્તિઓને ગુજરાત સરકારના રાજ્યપત્રમાં આ અધિસૂચના પ્રસિધ્ધ થયાનાં ૨૦ દિવસની અંદર તેમના વાંધા નગર રચના અધિકારીને જણાવવાના રહેશે. રૂવા-વડવાની નગરરચના અંગેના દસ્તાવેજો કચેરી સમય દરમિયાન નિરીક્ષણ કરી શકશે. આ ઉપરાંત કચેરીમાં દસ્તાવેજોની સમજૂતી આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમ નગર રચના અધિકારી તથા પ્રવર નગર નિયોજક, ભાવનગર નગર રચના યોજના, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.