જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ મોટા પાચસરા ગ્રામ પંચાયત ખાતે દફ્તર તપાસણી કરી

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ આજે મોટા પાચસરા ગામની મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયત ખાતે દફ્તર તપાસણી કરી હતી.  તપાસણી દરમિયાન ગ્રામ પંચાયતના વહીવટી રેકોર્ડ, વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ, વિકાસકાર્યોની પ્રગતિ તેમજ નાગરિકોને આપવામાં આવતી સેવાઓની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ કામગીરીમાં વધુ પારદર્શિતા, સમયબદ્ધતા અને ગુણવત્તા જળવાય તે માટે સૂચનો કર્યા હતા. તપાસણી દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારીઓ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read More

જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની ઉપસ્થિતિમાં વડ પાંચસરા તાલુકા શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લામાં આજથી ત્રણ દિવસ સુધી એટલે કે તા.૨૩-૨૪-૨૫ જુન દરમિયાન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે જામનગર જિલ્લા કલેક્ટર શ્રી પી.બી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને લાલપુર તાલુકાની વડ પાંચસરા તાલુકા શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કલેક્ટરએ બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવી નિયમિત શાળાએ આવવા અને અભ્યાસ કરી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા પ્રેરક ઉદબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે,શિક્ષણ એ એક એવો દીવો છે જે અજ્ઞાનતાનો અંધકાર દૂર કરે છે. આપણે સૌએ સંકલ્પ લેવો જોઈએ…

Read More

જામનગર તાલુકાની વિવિધ ૮ શાળાઓમાં ૧૭૫ બાળકોનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર      આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની વિવિધ ૮ શાળાઓમાં ૧૭૫ બાળકોનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. કન્યા કેળવણી મહોત્સવ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સશક્ત સમાજના નિર્માણ તરફનું મહત્વપૂર્ણ પગલું છે : મંત્રી એચ.એમ.નંદા માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ દરેક બાળકના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણની શરૂઆત છે. ગુજરાત સરકાર શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. રાજ્યના દરેક બાળકને ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણ મળે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શાળા પ્રવેશોત્સવ…

Read More

જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં ખીરી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

સ્કુલ ચલે હમ…  શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ : ૨૦૨૬ હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની ખીરી પ્રાથમીક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર નાનાં બાળકોનું કંકુ પગલાં અને તિલક કરી કલેક્ટરએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જિલ્લા કલેક્ટરએ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ ત્યાં પ્રવેશ મેળવનાર નાનાં ભૂલકાઓ સાથે હળવી વાતચીત કરી હતી. તેમણે બાળકોને પ્રેમપૂર્વક પ્રોત્સાહિત કરતાં તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ આંગણવાડીમાં ઉપલબ્ધ શૈક્ષણિક અને પોષણલક્ષી…

Read More

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા જામનગરની ગુરુ ગોબિંદસિંઘ હોસ્પિટલમાં રૂ. ૧.૪૫ કરોડથી વધુના આધુનિક સાધનો અને સુવિધાઓનું લોકાર્પણ કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર       રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા જામનગરની ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા અને તબીબી શિક્ષણને વેગ આપતી વિવિધ આધુનિક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી દ્વારા અર્પણ કરાયેલ રૂ. ૭૦ લાખની કિંમતનું સોનોગ્રાફીનું વી-7 મોડેલ એ અતિ આધુનિક હાઈ-એન્ડ સોનોગ્રાફી મશીન છે, જે શરીરના લગભગ બધા જ અંગોની તપાસ માટે અનુકૂળ છે અને કેન્સરના દર્દીઓ માટે વિવિધ પ્રકારની ગાંઠનું આબેહૂબ ચિત્ર નિરૂપણ કરી શકે છે, જેમાં જુદી જુદી તપાસ માટે ૬ વિશેષ પ્રોબ પણ પ્રાપ્ત થયેલ છે.  આ સાથે જ આરોગ્ય સેવાઓમાં…

Read More