કઠોળમાં આત્મનિર્ભરતા મિશન હેઠળ સીડ મીનીકીટ ઘટક તેમજ નિદર્શન ઘટકની આઈ-ખેડુત ૨.૦ પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ માટે સમયમર્યાદા વધારાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ     વર્ષ ૨૦૨૬-૨૭ માં કઠોળમાં આત્મનિર્ભરતા મિશન હેઠળ સીડ મીનીકીટ ઘટકની આઈ-ખેડુત ૨.૦ પોર્ટલ પર ઘટકનો લાભ લેવા તા.૨૭-૦૫-૨૦૨૬ થી તા.૦૫-૦૬-૨૦૨૬ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ હતું, પરંતુ તુવર સીડ મીનીકીટની અરજીઓ લક્ષ્યાંક કરતા ઓછી થવાથી તુવર સીડ મીનીકીટ ઘટકની આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ઓનલાઈન અરજીઓ કરવા માટે તા.૧૦-૦૬-૨૦૨૬ સુધી ખુલ્લુ રાખવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૬-૨૭ માં નિદર્શન ઘટક માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ઓનલાઈન અરજીઓ કરવા માટે તા.૦૭-૦૬-૨૦૨૬ થી ૧૪-૦૬-૨૦૨૬ સુધી પુનઃ ખુલ્લુ રાખવામાં આવેલ છે, જેથી તમામ ખેડુતોને ઓનલાઇન અરજીઓ કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દાહોદ દ્વારા અનુરોધ…

Read More

ડાંગ જિલ્લામાં “સ્વચ્છતા સપ્તાહ અભિયાન” નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ડાંગ      “સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ” ના સંકલ્પને સાકાર કરવા ડાંગ જિલ્લામાં તા. ૮ થી ૧૪ જૂન દરમિયાન વિશેષ સ્વચ્છતા સપ્તાહ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 📍 આહવા, વઘઈ, સુબીર સહિત તમામ ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતા રેલી યોજાઈ. 👨‍👩‍👧‍👦 વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા. 🤝 લોકભાગીદારીથી સ્વચ્છતા અને આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી. 🧹 સામૂહિક સફાઈ કાર્યક્રમ અને સ્વચ્છતા શપથનું આયોજન કરવામાં આવ્યું. 📅 આગામી કાર્યક્રમો: ♻️ 9 જૂન – પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ 💧 10 જૂન – જળાશયો…

Read More

વલસાડ જિલ્લામાં ૧૮૩૫ ટીમ દ્વારા આજથી ૧૪ દિવસ સુધી “રક્તપિત્ત દર્દી શોધ અભિયાન”નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, વલસાડ        ગુજરાતના નિયત કરેલા કુલ ૧૨ જિલ્લા અને બે કોર્પોરેશનના તમામ તાલુકાઓમાં તા.૦૮/૦૬/૨૬ થી રક્તપિત દર્દી શોધ અભિયાનનો પ્રારંભ કરાયો છે, જે તા.૩૦/૦૬/૨૦૨૬ સુધી ચાલશે. આ દિવસો દરમ્યાન રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત રક્તપિત્ત દર્દી શોધ અભિયાન (LCDC) હાથ થનાર છે તેમાં વલસાડ જિલ્લાનો પણ સમાવેશ કરાયો છે.  ૧૪ દિવસનાં આ અભિયાન દરમ્યાન આશાની ટીમ ઘર-ઘર જઇને ઘરના દરેક સભ્યોની રક્તપિત્ત રોગ માટે તપાસ કરશે. સૌના સહકારથી જ સૌ રક્તપિત્ત રોગને ચોક્કસપણે શીતળા અને પોલીયો રોગની જેમ નાબૂદ કરી શકાશે. આરોગ્ય કર્મચારીને સહકાર આપી આ…

Read More

વલસાડ જિલ્લામાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ, ધરમપુરમાં અતુલ કંપની સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના એમઓયુ કરાયા

હિન્દ ન્યુઝ,cવલસાડ      ‘‘સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ’ ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત રાજય હંમેશા અગ્રેસર રહ્યું છે. તત્કાલિન માનનીય મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ રાજ્યમાં વિકાસના નવા આયામો સિધ્ધ થયા છે. નાગરિકોના સર્વાંગી સ્વાસ્થ્ય, સુખાકારી અને “આદર્શ ગ્રામ પંચાયતની વિભાવનાને ચરિતાર્થ કરવા માટે લોક-ભાગીદારી થકી સ્વચ્છતા અભિયાન વધુ સક્રિય,વ્યાપક અને પરિણામલક્ષી બને તે માટે રાજય સરકાર દ્વારા વિશેષ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.  વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત તથા Atul Foundation (CSR) સાથે MOU અંગેની…

Read More

જૂનાગઢ જિલ્લામાં સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     જૂનાગઢ જિલ્લામાં સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન અનુસાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વચ્છતા રેલી, જનજાગૃતિ કાર્યક્રમો, ધાર્મિક સ્થળોની સફાઇ, જન કલ્યાણ શિબિર, કચરાના નિકાલ અને વ્યવસ્થાપન માટેની આધુનિક પદ્ધતિઓ, બાઇક રેલી, સાઇકલ રેલી, પદયાત્રા, સ્વચ્છતા સપ્તાહ આમ બહુવિધ આયામોમાં કામગીરી કરવામાં આવશે. જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી જૂનાગઢના માર્ગદર્શન અનુસાર તા.૦૮-૦૬-૨૦૨૬ ના જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામે મારું ગામ સ્વચ્છ ગામ અંતર્ગત સ્વચ્છતા રેલી યોજાઇ હતી. જેમાં આબાલવૃદ્ધ સર્વે નાગરિકો મળીને ગામમાં સ્વચ્છતા રેલી કાઢી હતી. તેમજ…

Read More

 ભારત સરકાર દ્રારા ૨૦૩૦ સુધીમાં મેલેરીય નાબુદી અભિયાન અમલમાં

હિન્દ ન્યુઝ, જૂનાગઢ       ભારત સરકાર દ્રારા ૨૦૩૦ સુધીમાં મેલેરીય નાબુદી અભિયાન અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્રારા મેલેરિયા મુક્ત ગુજરાત – અભિયાન અન્વયે આ હેતુને સાકાર કરવા વર્ષ ૨૦૧૭ થી સઘન ઝુંબેશ શરુ છે.  દર વર્ષની જેમ જુન માસ – મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. મેલેરિયા મુક્ત અભિયાન-૨૦૩૦ અન્વયે વાહકજન્ય રોગચાળો નિયંત્રણ માટે પ્રિ-મોનસુન કામગીરી રૂપે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ રાઉન્ડ-૧માં ખાસ ઝુંબેશ આયોજનમાં આરોગ્ય કર્મચારી અને આશા ની ટીમ દ્રારા દ્રારા ૪૯૧ ગામોમાં માં ઘરો- ૨,૭૬,૯૦૮ ની હાઉસ ટુ હાઉસ મુલાકાત…

Read More

 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી જનસેવાના કાર્ય થકી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ગામે ગામ ખાસ સ્વચ્છતા જાળવવા વિશેષ જનજાગૃતિ કેળવાય તે માટે સ્વચ્છતા રેલી યોજાઇ હતી.  જૂનાગઢ જિલ્લામાં વંથલી તાલુકાના શાપુર ગામે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી નયનાબેન નીતિનભાઈ ફળદુના વડપણ હેઠળ સ્વચ્છતા રેલી યોજાઇ હતી. જેમાં પદાધિકારી- અધિકારી ઉપરાંત પી.એમ. શ્રી શાપુર પે. સેન્ટર શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને નિયમિતપણે સ્વચ્છતા જાળવવાનો સંદેશ પ્રસરાવ્યો હતો.  સ્વચ્છ ભારત મિશન -ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતા સપ્તાહ હેઠળ તાલુકા…

Read More

વલસાડ જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ’ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને ત્રિ-દિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન

હિન્દ ન્યુઝ, વલસાડ          રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, વલસાડના સંયુક્ત ઉપક્રમે ચાલુ વર્ષે વલસાડ જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ’ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે .         આ ચિત્ર સ્પર્ધા આગામી તારીખ ૧૦-૦૬-૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પારડી ખાતે આવેલી એન.કે.દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં યોજાશે. આ સ્પર્ધા માટે સ્પર્ધકોને વિવિધ વિષયો આપવામાં આવ્યા છે, જેમાં ‘વિકસિત ભારત ૨૦૪૭ – મારા સપનાઓનું ભારત’, ‘ભારતના વિકાસની ૧૨…

Read More

GSRTCમાં કંડકટર ભરતી સંદર્ભે વલસાડ રેડ ક્રોસ દ્વારા તા. ૧૦ જૂનથી પ્રાથમિક સારવાર તાલીમના વર્ગો શરૂ કરાશે

હિન્દ ન્યુઝ, વલસાડ      ગુજરાત રાજ્યમાં હાલમાં એસટી નિગમ દ્વારા કંડકટરની ભરતી પ્રક્રિયા હાથ ધરાનાર છે, જે અંતર્ગત ફર્સ્ટ એઈડ ટ્રેઈનિંગનું સર્ટિફિકેટ હોવું ખૂબ જ જરૂરી છે. વલસાડ જિલ્લામાંથી ઘણા યુવાનો-યુવતીઓ કંડકટર તરીકે નોકરી માટે ઈચ્છુક હોય તેવી વ્યક્તિઓ માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વલસાડ દ્વારા તા. ૧૦ જૂન બુધવારથી ટ્રેનિંગ ક્લાસ શરૂ કરવામાં આવનાર છે.  એસટી નિગમમાં કંડકટરની ભરતી માટે જે પણ ઈચ્છુક વ્યક્તિએ ફર્સ્ટ એઈડની તાલીમ લેવી હોય તો તેમણે રેડ ક્રોસ, વલસાડ રક્તદાન કેન્દ્ર, કચેરી રોડ, વલસાડ ખાતે શ્રીમતી ઝીલ દેસાઈનો મો.નં. ૭૯૯૦૦ ૭૩૭૬૮ પર સવારે…

Read More

એસ.એસ.સી. અને એચ.એસ.સી. પૂરક પરીક્ષાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને એસ.એસ.સી. અને એચ.એસ.સી. પૂરક પરીક્ષાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં જૂનાગઢ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ અન્વયે એસ.એસ.સી. અને એચ.એસ.સી. પૂરક પરીક્ષા યોજવા જઇ રહી છે. તા.૧૧/૦૬/૨૦૨૬ થી ૨૦/૦૬/૨૦૨૬ સુધી વિવિધ વિષયોની પૂરક પરીક્ષા યોજાશે. આ ઉપરાંત ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત પ્રથમા, સંસ્કૃત મધ્યમાના ઉતીર્ણ અને અનુતીર્ણ અને પરીક્ષામાં બેસવાપાત્ર ઉમેદવારોની પૂરક પરીક્ષા યોજાશે.  આ બેઠકમાં જિલ્લા કલેકટરએ પરીક્ષા દરમિયાન પૂરતો વીજળી પુરવઠો જળવાઈ રહે, સી.સી.ટી.વી. કેમેરા દ્વારા સતત મોનિટરિંગ તથા રેકોર્ડીંગ, પરીક્ષા કેન્દ્રો…

Read More