હિન્દ ન્યુઝ, જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન અનુસાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વચ્છતા રેલી, જનજાગૃતિ કાર્યક્રમો, ધાર્મિક સ્થળોની સફાઇ, જન કલ્યાણ શિબિર, કચરાના નિકાલ અને વ્યવસ્થાપન માટેની આધુનિક પદ્ધતિઓ, બાઇક રેલી, સાઇકલ રેલી, પદયાત્રા, સ્વચ્છતા સપ્તાહ આમ બહુવિધ આયામોમાં કામગીરી કરવામાં આવશે.
જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી જૂનાગઢના માર્ગદર્શન અનુસાર તા.૦૮-૦૬-૨૦૨૬ ના જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામે મારું ગામ સ્વચ્છ ગામ અંતર્ગત સ્વચ્છતા રેલી યોજાઇ હતી. જેમાં આબાલવૃદ્ધ સર્વે નાગરિકો મળીને ગામમાં સ્વચ્છતા રેલી કાઢી હતી. તેમજ સ્વચ્છતા જાળવવા માટે વિવિધ સુત્રોચ્ચાર દ્વારા જનજાગૃતિના સંદેશો ઉપસ્થિત સર્વેને આપ્યો હતો. આ રેલીમાં જૂનાગઢ તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ, અન્ય મહાનુભાવો, ગ્રામજનો, ભૂલકાં જોડાયા હતા. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં તાલુકા કક્ષાએ આજે એક પસંદ કરેલા ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે..
