હિન્દ ન્યુઝ, જૂનાગઢ
ભારત સરકાર દ્રારા ૨૦૩૦ સુધીમાં મેલેરીય નાબુદી અભિયાન અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્રારા મેલેરિયા મુક્ત ગુજરાત – અભિયાન અન્વયે આ હેતુને સાકાર કરવા વર્ષ ૨૦૧૭ થી સઘન ઝુંબેશ શરુ છે.
દર વર્ષની જેમ જુન માસ – મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. મેલેરિયા મુક્ત અભિયાન-૨૦૩૦ અન્વયે વાહકજન્ય રોગચાળો નિયંત્રણ માટે પ્રિ-મોનસુન કામગીરી રૂપે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ રાઉન્ડ-૧માં ખાસ ઝુંબેશ આયોજનમાં આરોગ્ય કર્મચારી અને આશા ની ટીમ દ્રારા દ્રારા ૪૯૧ ગામોમાં માં ઘરો- ૨,૭૬,૯૦૮ ની હાઉસ ટુ હાઉસ મુલાકાત કરી સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દર વર્ષની જેમ ૧૬ મે ૨૦૨૬ ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યું દિવસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડેન્ગ્યું -ચિકનગુનિયા માટે સંવેદનશીલ વિસ્તારમાં તા. ૧૨-૫-૨૦૨૬ થી ૧૬-૫-૨૦૨૬ સુધીમાં,હાઉસ ટુ હાઉસ સર્વેમાં ફિલ્ડ કામગીરીની વિગતમાં જૂનાગઢ જિલ્લા (ગ્રામ્ય)ના આશા અને અન્ય આરોગ્ય કર્મચારી ની ૮૪૫ ટીમ દ્રારા ૪૯૧ ગામોમાં ૧,૧૭,૬૩૮ ઘરો ની હાઉસ ટુ હાઉસ મુલાકાત કરતા તાવના લીધેલ કુલ લોહીના નમુનાની સ્લાઈડ-૨૫૮૫ નું માઈક્રોસ્કોપથી પરીક્ષણ કરતા પોઝીટીવ મેલેરિયા ના એક પણ કેસ મળ્યા ન્હતા.
મચ્છર ઉત્પતિ અટકાવવા માટે એબેટ દવા નાખેલ ખુલ્લા પાત્રોની સંખ્યા-૨,૬૫,૮૧૩, બળેલ ઓઈલ/ડીઝલ નાખેલ ખાડાની સંખ્યા-૧૧૨, પોરાભક્ષક ગપ્પી-ગમ્બુસીયા માછલી નાખેલ સ્થળની સંખ્યા-૧૨૦૪, ડ્રાય ડે (સુકો દિવસ) આયોજનમાં સોર્સ રિડકશન કરેલ પાત્રોની સંખ્યા-૩૫૦૨, નકામા ટાયર નિકાલ-૮૩૦, ઇન્ડોર ફોગીગ-૩૫૦ ઘરમાં કરેલ છે. તેમજ પત્રિકા વિતરણ, માઈક પ્રચાર, ગ્રામ આરોગ્ય સભા વગેરે દ્રારા આરોગ્ય શિક્ષણ આપી જનજાગૃતિ કેળવવામા આવી છે.
ઉપરાંત સાસણ ના ૨૧ નેશ વિસ્તારમાં ઇન્ડોર રેસીડીયલ સ્પ્રેઈગનો ચોમાસાની ઋતુમાં પહેલા રાઉન્ડ-૧માં (તા. ૧૬-૫-૨૦૨૬ થી તા. ૨૯-૫-૨૦૨૬) કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
જૂનાગઢ જીલ્લા ગ્રામ્યમાં વર્ષ ૨૦૨૬માં જાન્યુઆરી થી મે – ૨૦૨૬ સુધીમાં લીધેલ લોહીના નમુનાની કુલ સ્લાઈડ – ૧,૬૦,૮૬૮ માંથી પોઝીટીવ મેલેરિયા કેસ એકપણ નોંધાયો નથી.
શંકાસ્પદ મેલેરિયા, ડેન્ગ્યુ તાવના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર / સામુહિક આરોગ્ય કેન્દ્ર/સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કાર્યકરનો તાત્કાલિક સંપર્ક કરીને લોહીની તપાસ કરાવી સારવાર લેવા આરોગ્ય વિભાગ દ્રારા જણાવવામાં આવ્યુ છે.
વાહકજન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે રાજ્ય સરકારના ઘનિષ્ઠ પ્રયત્નોને ત્યારે જ સફળતા મળે કે જ્યારે પ્રજાજનો સહકાર આપે. લોકોની સુખાકારીએ સરકારની જવાબદારી છે, પરંતુ સહકાર મળવો એ અનિવાર્ય છે.
