બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં એક વીજપોલ તૂટી પડવાની ઘટના અંગે મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલ સંદર્ભે PGVCL ટીમ દ્વારા તૈયાર કરાયેલ તથ્યાત્મક રિપોર્ટ તેમજ કાર્યવાહી આધારિત સ્પષ્ટતા

હિન્દ ન્યુઝ, બોટાદ 

   ટીમ PGVCLએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે રાણપુરના જાળીલા ગામમાં જૂની બાલ્કની ધરાશાયી થતાં વીજપોલ ક્ષતિગ્રસ્ત થયો હતો; રાણપુર કસ્ટમર કેર સેન્ટર ખાતે સવારના સમયે ફરિયાદ મળી હતી અને સુરક્ષાના ભાગરૂપે જરૂરી પગલાં લેવાયા હતા. તેમજ ક્ષતિગ્રસ્ત LT વીજપોલને બદલે નવો LT PSC વીજપોલ મૂકાયો હતો. સતત વરસાદ અને પવનને કારણે, સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ 02:00 વાગ્યે વીજ પુરવઠો સફળતાપૂર્વક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment