રાજકોટ શહેરમાં પ્રેમમાં પાગલ દિકરીએ લગ્નની જીદ કરતા પિતાએ ધોકા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી

રાજકોટ,

રાજકોટ શહેર ગાંધીગ્રામના શાહનગરમાં રહેતા અને છૂટક મજૂરીકામ કરતા ગોપાલભાઈ નકુમ નામના ૬૦ વર્ષીય સથવારા વૃધ્ધે સવારે ૨૦ વર્ષીય દિકરી પુત્રી ઇલાને કપડાં ધોવાના ધોકાથી માથામાં ૩-૪ ઘા મારતા ખૂની હુમલામાં ઘવાયેલી ઈલા ઘરમાં જ લોહીના ખાબોચીયામાં ફસડાઇ પડી હતી. પુત્રીને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી મુકીને હુમલાખોર પિતા ગોપાલભાઈ ફરાર થઇ ગયા હતા. દેકારો થતા દોડી આવેલા પડોશીઓએ ૧૦૮ મારફત યુવતીને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડી હતી બનાવની જાણ થતાં P.I કે.એ.વાળા, રાઇટર હીરાભાઈ રબારી, જયસુખભાઇ હુંબલ સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. જોકે યુવતી બેભાન હાલતમાં હોવાથી કોઈ પૂછતાછ થઇ શકી ન હતી. અને ટૂંકી સારવાર દરમિયાન જ યુવતીનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. ગાંધીગ્રામ પોલીસે પણ ગણતરીની કલાકોમાં જ હત્યારા પિતા ગોપાલ નકુમને સકંજામાં લઇ પૂછતાછ હાથ ધરી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment