રાજકોટ શહેરમાં કોવિડ હોસ્પિટલ તરીકે જેને માન્યતા આપવામા આવી છે. એવી ૧૩ ખાનગી હોસ્પિટલમાંથી માત્ર ૬ હોસ્પિટલમાં જ ફાયર સેફ્ટીનું N.O.C

રાજકોટ,

રાજકોટ શહેરમાં કોવિડ હોસ્પિટલ તરીકે જેને માન્યતા આપવામા આવી છે. એવી ૧૩ ખાનગી હોસ્પિટલમાંથી માત્ર ૬ હોસ્પિટલમાં જ ફાયર સેફ્ટીનું N.O.C છે. એ સિવાયની બાકીની ૭ હોસ્પિટલ જીવતા બોમ્બ જેવી છે. ૭ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના પુરતા સાધનો નથી. સામાન્ય આગ ભિષણ સ્વરૂપ ધારણ કરી લે તો તેમા દાખલ કોરોનાના દર્દી જીવતે જીવતા ભુંજાય જાય તેમા શંકાને કોઇ સ્થાન નથી. અમદાવાદની ઘટના પછી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલને રિતસર પગતળે રેલો આવ્યો હોય તેમ તાબડતોબ મિટિંગ બોલાવી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફને તમામ કોવિડ હોસ્પિટલમાં દોડાવ્યો હતો. રાજકોટ મનપાનું તંત્ર અન્ય કોઇ શહેરમાં આગની મોટી દૂઘર્ટના બને પછી જ જાગે. ત્યાં સુધી આવી જીવલેણ દૂઘર્ટના બને તેની જાણે રાહ જોતુ હોય તેવો અંધેર વહીવટ ચાલે છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment