દિયોદર,
દિયોદર માં આવેલ લક્ષ્મીપુરા વિસ્તાર વોર્ડ નંબર ચાર માં ગટરો ઉભરાતા અને ચોમાસા ની ઋતુ માં વરસાદી પાણી ભરાતા આવનારા સમયમાં રોગ રોગચાળાની દહેશત ફેલાઈ ના રહે તે માટે
ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય પગલાં ભરવા જોઇએ. અને આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટર ઊભરાવવાની સમસ્યા છે પણ આજદિન સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી ગટરો ઉભરાતા લક્ષ્મીપુરા વોર્ડ નંબર ચાર ના વિસ્તારમાં રહેતા લોકો ગટરની દુર્ગંધ થી રોગચાળાની સ્થિતિ ન સર્જાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા ગટરોની સફાઈ કરાવી જોઈએ.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર