આદિવાસી આર્ટસ અને કોમર્સ કોલેજ સંતરામપુરમાં ઈન્ટરનેશનલ વેબીનાર યોજાયો

હિન્દ ન્યુઝ, સંતરામપુર

          આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુરના કોમર્સ વિભાગદ્વારા ઇમ્પોર્ટ એક્સપોર્ટ બેસ્ટ બિઝનેસ ઈન ધ વલ્ડ વિષય ઉપર ઇન્ટર નેશનલ વેબીનાર નું આયોજન તા.6 માર્ચ, ૨૦૨૩ના રોજ કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરનેશનલ વેબિનારમાં મોટી સંખ્યામાં વિવિધ યુનિવર્સિટીના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા. વેબિનારના શુભારંભમાં કાર્યક્રમની પ્રારંભિક રૂપરેખા કોમર્સ વિભાગના અધ્યક્ષ ડો. મો.ઇશાક પટેલ દ્વારા આપવામાં આવી હતી. આચાર્ય ડો. અભય પરમાર દ્વારા પ્રારંભિક ઉદબોધન કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત વેબિનારમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ મેનેજમેન્ટ, અમદાવાદના વાઈસ પ્રેસિડેન્ટ માનનીય તૃપ્તિ શાહ દ્વારા વેબિનાર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ અને મનનીય બીજરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું.માનનીય તૃપ્તિ શાહ દ્વારા વૈશ્વિક સ્તરે વ્યાપાર ની સ્થિતિ તથા વાસ્તવિકતા , ઈમ્પોર્ટ એક્સપોટ નો વ્યાપાર કેવી રીતે કરી શકાય,તેના માટે કયા માધ્યમો ની જરૂર પડી શકે તથા તેના સાથે સંકળાયેલ સરકારી સંસ્થાઓ વિશે માહિતી સભર મનનીય વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. વધુમાં તેમને જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ માત્ર ડિગ્રી લક્ષી નહીં પરંતુ રોજગાર લક્ષી વ્યવસાય માં આયાત નિકાસ ના રોજગાર માં યુવાનો જોડાઈને ભારતમાં ઉત્પાદિત વસ્તુઓ વૈશ્વિક સ્તરે પહોંચાડે તેવી વ્યવસ્થા કરવાની આવશ્યકતા છે.

વેબીનારમાં વક્તા તરીકે નરેન્દ્ર ભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના બીજરૂપ વક્તવ્યમાં તેમણે વિદ્યાર્થીઓ દ્વારા વેબિનાર ના વિષય સંદર્ભે અત્યંત ઉપયોગી વ્યાખ્યાન આપ્યું હતું તેમણે વિવિધ કેસ સ્ટડી દ્વારા વિવિઘ ઉદાહરણોના માધ્યમથી કેવી રીતે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ આ પ્રક્રિયામાં જોડાઈ શકે તેના ઉપર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમનું ટેકનિકલ સંચાલન સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડો.પંકજ ચૌધરી તથા ક્લાર્ક મેહુલ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર વેબીનાર નું સફળ સંચાલન સમાજશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડો. કામિની દશોરા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સમાપનમાં કોમર્સ વિભાગના પ્રોફેસર આર.પી.પરમાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ વેબીનાર ની ભવ્ય સફળતા બદલ સંસ્થાના પ્રમુખ વનરાજભાઈ ડામોર દ્વારા તેમજ આચાર્ય ડો. અભય પરમાર દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

અહેવાલ : સલમાન મોરાવાલા, સંતરામપુર

Related posts

Leave a Comment