જામનગરની સજુબા કન્યા શાળામાં શિક્ષણને દખલ રૂપ મજાર હટાવવા પ્રશાસન પાસે માંગણી કરતી હિન્દુ સેના

હિન્દ ન્યુઝ, જામનગર

      જામનગરની જુની દીપક ટોકીઝ પાસે સુભાષ શાક માર્કેટના રસ્તા પર આવેલ સજુબા કન્યા શાળામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ દરમિયાન ગેરકાયદેસર પ્રવેશ કરી, મજાર પર લોબાન, ફુલ, ચાદર ચડાવવાના બહાને અનેક વિધર્મી લોકો ગેરકાયદેસર પ્રવેશ કરે છે. હાલમાં શિક્ષણ કે પરીક્ષા ચાલુ થવાની હોય તેમ છતાં પણ આ લોકોને કોઈ રોકી શકતું નથી, જેથી શાળાને તેમજ વિદ્યાર્થીઓને મોટી નુકસાનની ભોગવવી પડે છે. ખરેખર આ જગ્યા 1998 પહેલા મેદાન જ હતું પરંતુ ધીરે ધીરે આ જગ્યામાં બિનઅધિકૃત પ્રવેશ કરી અંધશ્રદ્ધા ફેલાવી વિધર્મીઓએ લોકોને ગેરમાર્ગે દોરી આ જગ્યા પર કબજો જમાવવા તેમજ બહેનોની શાળામાં ગમે ત્યારે આવવા જવા માટે છૂટ મળે, આવા ઘણા પરિબળોને ધ્યાનમાં લઇ એક મજાર બનાવી દીધેલ અને જે મજાર મોટી બની ગયેલ હોય જેથી શાળા સંચાલક કે સરકાર તરફથી કોઈ ડખલગીરી ન કરે તેવું વાતાવરણ ઊભી કરી ઊભું કરેલ અને ખરેખર આ વિધર્મી લોકોનો હક હોય તેવા ખોટા દાખલા બેસાડી શિક્ષણમાં મોટે પાયે દખલગીરી કરી રહ્યા છે. અને બહેનોની આ શાળામાં કાયમી ધોરણે ગમે ત્યારે વિધર્મી લોકો પ્રવેશી આ શાળાને બદનામ કરી રહ્યા છે.

ત્યાં મોટું સ્પોર્ટ સંકુલ પણ આવેલ હોય તેની જગ્યામાં પણ દખલગીરી થતી હોય ત્યારે પ્રસાશન દ્વારા આ પ્રવૃત્તિ બંધ થાય તેમજ બિનઅધિકૃત ઊભી કરેલી મજારને હટાવાય પણ હટાવવા માટેનો હુકમ થયેલ હોય તેમ છતાં અમલવારી થતી નથી તો હિન્દુ સેના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટ દ્વારા તાત્કાલિક અમલવારી કરાવવા માટે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. શાળાના વિદ્યાર્થીઓમાં અંધશ્રદ્ધા ન ફેલાય કે ખોટી દિશામાં બહેનો ન દોરાય અને લવ જિહાદ જેવા બનાવોને પણ અટકાવવા તેમજ ભવિષ્યમાં ધર્મના નામે લેન્ડ જેહાદ જેવા બનાવો બને નહીં તેની પણ તકેદારી રાખવા તેમજ શાળાના વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ તેમજ અભ્યાસમાં પૂરતું ધ્યાન આપે અને ખોટી માન્યતાઓથી દૂર રહે તેવી કડકમાં કડક કાર્યવાહી કરાવવા તેમજ થયેલ હુકમની અમલવારી કરાવવા રજૂઆત કરી છે. જામનગર જિલ્લા કલેકટર, શિક્ષણ અધિકારી તેમજ કન્યાશાળાના પ્રિન્સિપાલ ને લેખિત રજૂઆત કરી છે અને શિક્ષણ મંત્રી પાસે સાજુબા કન્યાશાળા માં આવેધ મજાર ને તાત્કાલિક હટાવવા રજૂઆત સાથે માંગણી કરી છે.

રિપોર્ટ : પ્રતીક ભટ્ટ (હિન્દુ સેના)

Related posts

Leave a Comment