હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ‘ધ સિટીઝનશીપ એક્ટ, ૧૯૫૫’ અંતર્ગત ભારતીય નાગરિકત્વ મેળવવા ઈચ્છતા અરજદારોને જિલ્લા કલેકટર દ્વારા વિધિવત રીતે શપથ લેવડાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ વ્યક્તિઓએ ભારતના બંધારણ પ્રત્યે અતૂટ નિષ્ઠા જાળવવા, સ્થાપિત કાયદાઓનું સન્માનપૂર્વક પાલન કરવા તેમજ ભારતના એક જવાબદાર અને ગૌરવશાળી નાગરિક તરીકે પોતાની ફરજોનું પ્રમાણિકતાથી વહન કરવાના ગૌરવપૂર્ણ શપથ ગ્રહણ કર્યા હતા.
