તા. ૦૪ ઓક્ટોબરના રોજ પાલિતાણા નગરપાલિકા વિસ્તારનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

તા. ૦૪/૦૬/૨૦૨૨ ને શનિવારનાં રોજ પાલિતાણા નગરપાલિકાનો વોર્ડ નં. ૬, ૭, ૮,૯ નો સેવાસેતુ કાર્યક્રમ પાલિતાણા નગરપાલિકા કચેરી મહર્ષિ પરશુરામ માર્ગ, ટાઉન હોલ, પાલિતાણા ખાતે તા. ૦૪/૦૯/૨૦૨૨નાં રોજ સવારના ૯.૦૦ કલાક થી સાંજના ૫.૦૦ કલાક દરમ્યાન પ્રાંત અધિકારી, પાલિતાણાનાં અધ્યક્ષ યોજાશે.

જેમાં આવક, જાતિ, નોન ક્રિમીલેયર, ડોમિસાઇલ સર્ટીફિકેટ, સિનિયર સિટિઝન- દિવ્યાંગતા પ્રમાણપત્ર, રેશનકાર્ડને લગતાં પ્રશ્નો, માં અમૃતમ કાર્ડ યોજના, આધાર કાર્ડ કઢાવવા, માં વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીની નોધણી, જમીન અંગે નવી નોંધ દાખલ અરજી, સુધારા અરજી, વિધવા, વયવંદના, અપંગ- વૃધ્ધ – નિરાધાર સહાય હેઠળ લાભ લેવાની અરજી તથા પાલિતાણા નગરપાલિકાની સેવાઓ જેમ કે, પ્રોપર્ટી ટેક્સ, ગુમાસ્તાધારા, જન્મ મરણ દાખલા, ટાઉન પ્લાનીંગ પ્લાનની નકલ, વ્યવસાય વેરા વગેરે તથા રાજય સરકારનાં કૃષિ પોષણ યોજના, પશુપાલન, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજના હેઠળનાં વ્યક્તિલક્ષી લાભો આપવામાં આવશે.

વધુમાં હાલમાં સરકાર દ્વારા વ્યવહારો ડિજિટલ પેમેન્ટ દ્વારા વધુમાં વધુ થાય અને શ્રમજીવિઓનાં બેંકમાં ખાતા ખોલવાં તેમજ ડિજિટલ નાણાકીય વ્યવહારો કેવી રીતે સરળતાથી અને સુરક્ષિત રીતે થઇ શકે વગેરે લગતી તમામ અરજીઓ વગેરેની લગતી તમામ બાબતે તા. ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ નગરપાલિકા કચેરી પાલિતાણાએ કાર્યક્રમમાં સવારના ૯-૦૦ કલાક થી બપોરનાં ૨-૦૦ કલાક સુધી અરજીઓ રજૂ કરવાની રહેશે અને આવી અરજીઓને લગત વિભાગોમાં સંબધિત અધિકારીઓ દ્વારા સ્થળ પર નિકાલ કરવામાં આવશે તો નિયત સમયે પાલિતાણા શહેરનાં વોર્ડ નં ૬, ૭, ૮, ૯નાં લોકોએ તેનો લાભ લેવાં ચીફ ઓફિસર, પાલિતાણા નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ.હકીમ ઝવેરી

Related posts

Leave a Comment