કિસાન સમ્માન નિધિની સહાયની રકમ મેળવવાં માટે ખેડૂતોએ આધાર ઇ- કે.વાય.સી. અને બેંક ખાતામાં “આધાર બિડિંગ’ કરાવેલ હોવું જરૂરી રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે,પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ત્રણ સમાન હપ્તા મુજબ સહાય સરકાર તરફથી આપવામાં આવી રહેલ છે. જે અંતર્ગત આગામી સમયમાં સરકાર દ્વારા સહાયની રકમ રીલીઝ થનાર છે. જેમાં ભારત સરકારથી યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવતા ખેડૂતોએ આધાર ઇ- કે.વાય.સી. અને બેંક ખાતામાં “આધાર બિડિંગ’ કરાવેલ હોવું જરૂરી છે.

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN)યોજના હેઠળ લાભાથી ખેડૂતોને ફરજીયાત “આધાર e-KYC” કરવાનું થાય છે. જે લાભાર્થીઓના તા. ૩૦/૦૯/૨૦૨૨ પહેલા ’’e-KYC” નહીં કરાવે તેમને આગળનો સહાયનો હતો જમા થશે નહીં.

આ માટે લાભાર્થીએ જાતે મોબાઇલ પરથી “આધાર e-KYC” કરી શકશે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના પોર્ટલ પર OTP મોડ દ્વારા e-KYC કરી શકશે અથવા નજીકના બાયોમેટ્રિક ઓથેન્ટીફિકેશન સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટર (CSC)માં જઈ આધાર e-KYC કરાવી શકશે અથવા ગ્રામ પંચાયત વી.સી.ઈ. પાસેથી પણ ઇ-KYC કરાવી શકશે.

વધુમાં, ભારત સરકાર તથા રાજ્ય સરકારની સૂચના અનુસાર PM-KISAN યોજનાનો લાભ લેવાં માટે આધાર ’’ઇ-KYC” અને બેંક ખાતા સાથે “આધાર સિસ્ટિંગ કરાવવું ફરજીયાત છે. લાભાર્થીએ પોતાનું એક્ટીવ બેંક ખાતા સાથે જે- તે બેંકમાં રૂબરુ જઈ અને આધાર સિડિંગ / આધાર લીંક કરાવવુ અનિવાર્યે છે.

આજે જ વધુ વિગતો કે મુશ્કેલી માટે જે-તે ગામના ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જીલ્લા પંચાયત, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) ડો. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment