રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડો વિષ્ણુદાન ઝુલા એ આપેલ રાજીનામું પરત ખેંચ્યું

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે થોડા સમય પહેલા રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડો વિષ્ણુદાન ઝુલા એ રાજીનામુ આપતાં ખળભડાટ મચી જવા પામ્યો હતો.ડો વિષ્ણુદાન ઝુલા એ આપેલ રાજીનામું પરત ખેંચ્યું છેં તેમજ રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સાથે ધારાસભ્ય કાર્યાલય ખાતે મીટીંગ થયા બાદ રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા એ આપેલ રાજીનામું પરત ખેંચી કોંગ્રેસ ને મજબુત બનાવવા ની કામગીરી હાથ ધરી.

રાધનપુર વિધાનસભા માં કોંગ્રેસના ઉમેદવાર નો વિજય થાય તેના માટે કામગીરી હાથ ધરી,રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડો વિષ્ણુદાન ઝુલા એ પોતાનું આપેલું રાજીનામું પરત ખેંચી કોંગ્રેસની કામગીરી શરૂ કરી આવનારી 2022 ની વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવવા તનતોડ મહેનત કરશે તેવું ડોક્ટર વિષ્ણુદાન ઝુલા એ જણાવ્યું હતું.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

 

Related posts

Leave a Comment