હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટમાં યોજાયેલી એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં
🔸 રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજ્યા રહાટકરે
👉🏼 સૌરાષ્ટ્ર ઝોનનાં ૬ જિલ્લાની મહિલાલક્ષી યોજનાઓ અને કાયદાઓની થતી અમલવારીની વિગતવાર સમીક્ષા કરી હતી.
🌿 ખાસરૂપે હાઇલાઇટ:
✔️ “નવી દિશા, દીકરી આગળ વધો” પહેલ – શાળામાંથી ડ્રોપઆઉટ દીકરીઓને શૈક્ષણિક જગતમાં ફરી આગળ વધારવાનો પ્રેરણાત્મક પ્રયાસ
✔️ વર્કિંગ વુમન હોસ્ટેલ – કાર્યરત મહિલાઓ માટે સુરક્ષિત અને સ્વચ્છ નિવાસ
✔️ ‘તેરે મેરે સપને’ – પ્રિ-મેરેજ કાઉન્સેલિંગ
✔️ મહિલાઓ પર થતા ગુન્હાઓની સમસ્યાઓ માટે પોલીસ વિભાગની કાર્યક્ષમતા
✔️ સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર વગેરે
✔️ કન્યા કેળવણી અને વ્હાલી દિકરી જેવી સરકારની યોજનાઓ
🌱 અધ્યક્ષએ મહિલાઓના હિતમાં થતી કામગીરીને પ્રોત્સાહન-માર્ગદર્શન આપીને દરેક અધિકારીને સજાગ અને જવાબદાર બનવા અનુરોધ કર્યો હતો.
