હિન્દ ન્યુઝ, રાજકોટ
આગામી તા. ૦૨ ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના રોજ ‘સ્વચ્છ ભારત અભિયાન’ના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૩૧ ઓક્ટોબર સુધી ‘સ્વચ્છોત્સવ’ ઉજવાશે. જેના અનુસંધાને રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરએ જનભાગીદારીથી સ્વચ્છોત્સવ સફળ બનાવવા પર ભાર મૂક્યો હતો.
કલેક્ટરએ સ્વચ્છતા રેલી, ઘેલા સોમનાથ, ઓસમ ડુંગર સહિત પ્રવાસન સ્થળોએ પ્લાસ્ટિક કચરાનો નિકાલ, આરોગ્ય શિબિર, ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ સાફસફાઈ સહિત વિવિધ વિભાગોની સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ અંગે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સ્વચ્છતા કામગીરીનો અહેવાલ નિયમિત અને સમયસર મોકલવા પર સૂચના આપી હતી.
