તાપી જિલ્લામાં “પર્યાવરણ માટે જીવનશૈલી” અભિયાન અંતર્ગત ૧૧ અને ૧૨ઓક્ટોબરે વિવિધ કાર્યક્રમોનું આયોજન

હિન્દ ન્યુઝ, તાપી

   ભારત સરકારના વન પર્યાવરણ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા “પર્યાવરણ માટે જીવનશૈલી” (LiFE) અભિયાન અંતર્ગત તાપી વહીવટી તંત્ર દ્વારા તાપી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે. 

   આગામી તા. 11/10/2025 અને 12/10/2025ના રોજ જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા વિવિધ રમતો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે વારલી પેઈન્ટીંગ,વાંસકામ બનાવટ, રંગોળી હરીફાઈ, વાનગી હરીફાઈ,રસ્સાખેંચ,લીંબુચમચી, મેરેથોન દોડ,ચાઈલ્ડ રન જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા લોકોને જોડવાનો સરાહનિય પ્રયાસ હાથ ધરાશે.

   આ સંદર્ભે નિવાસી અધિક કલેકટર આર.આર. બોરડની અધ્યક્ષતામાં સંબંધિત વિવિધ કચેરીઓના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

    આ અભિયાનનો મુખ્ય હેતુ ટકાઉ જીવનશૈલી વિકસાવવાનો છે, જેમાં રોજીંદા જીવનમાં પર્યાવરણ સંરક્ષણને ટેકો આપતી પ્રવૃત્તિઓ દ્વારા લોકો અને સમુદાયોને જોડવાના પ્રયાસ કરવામાં આવશે.

 

Related posts

Leave a Comment