વેરાવળ ખાતે ન્યુ ઈન્ડિયન ફોસફેટીક બાયોટેક કમ્પની આણંદ દ્વારા ફિલ્ડ ઓફિસરો ની તાલીમ યોજાય

વેરાવળ,

જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ના અલગ અલગ તાલુકામાં થી આવેલ ફિલ્ડ ઓફિસર ભાઈ ઓ બહેનો માટે એક દિવસય તાલીમ નુ આયોજન કરવામાં આવેલ. જેમાં કમ્પની ના બ્રાન્ચ મેનેજર જયેશ ભાઈ પીઠયા મુકેશભાઈ જોગયા તેમજ તેમની ટીમ દ્વારા ફિલ્ડ માં કઈ રીતે કામ કરવું તેમજ કમ્પની સાથે સીધોજ ખેડૂતો સાથે સંબંધ બંધાય ને માર્કેટ કરતા સંસ્તા ભાવે ખાતર અને બીજી પ્રોડક્ટ્સ ખેડૂત ના ખેતર સુધી પહોંચાડી શકાય તે અંગે નુ સચોટ માર્ગદર્શન આપેલ તેમજ દરેક ફિલ્ડ ઓફિસર ને કમ્પની દ્વારા બેંગ, ફાઇલ, સર્ટિફિકેટ, પમ્પ પ્લેટ જેવી કીટ આપવામાં આવેલ.

આ ઉપરાંત જુનાગઢ અને ગીર સોમનાથ ના મુખ્ય સંચાલકો વજુભાઈ જાદવ, જીતુભાઈ ઝાલા દ્વારા તમામ માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ. આ સમગ્ર તાલીમ કાર્યક્રમ નુ સંચાલન વજુભાઈ જાદવ તેમજ જીતુભાઈ ઝાલા ગોવિંદભાઈ ચાવડા, રિઝવાનાબેન ચોહાણ દ્વારા કરવામાં આવેલ હતું.

રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ

Related posts

Leave a Comment